તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફ્રાંસના જાણીતા ફેશન ડિઝાઈનર પિયરે કાર્ડિનનું 98 વર્ષની ઉંમરે બુધવારે અવસાન થયું છે. ઉત્તર ઈટાલીમાં એક સાધારણ પરિવારમાં જન્મેલા પિયરે કાર્ડિન ફ્રાંસના એક ફેશન સુપરસ્ટાર બની ગયા હતા. મંગળવારે પેરિસના પશ્ચિમમાં ન્યુરિલીમાં એક હોસ્પિટલમાં અવસાન થયુ હતું. તેમના પરિવારે કહ્યું કે આ અમારા પરિવાર માટે ખૂબ જ દુખની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે પિયરે કાર્ડિન તેમના જન્મ બાદ ફ્રાંસમાં જ રહેતા હતા.
ફ્રાંસિસ ફેશન ડિઝાઈનર પિયરે કાર્ડિન તેમની વિઝનરી ક્રિએશન્સ માટે તથા સામાન્ય લોકો માટે સ્ટાઈલિશ કપડા લાવવા માટે જાણિતા છે. પોતાની આશરે એક સદીના જીવનકાળ બાદ તેમણે ફ્રાંસ તથા વિશ્વને એક મહાન કલાત્મક વારસો આપ્યો છે,જે ફેશનના સ્વરૂપમાં છોડીને ગયા છે. તેઓ સેંટ ઈટીયેનના ફ્રાંસીસ ઔદ્યોગિક શહેરમાં મોટા થયા હતા અને 17 વર્ષની ઉંમરમાં વિચીમાં એક દર્દી પાસે ગયા,જે અગાઉથી જ મહિલાઓ માટે સૂટ તૈયાર કરવામાં કૂશળતા ધરાવતા હતા.
તેમણે વર્ષ 1947માં કવિ, કલાકાર તથા નિર્દેશક જીન કોએક્ટયુ સાથે ફિલ્મ બ્યૂટી એન્ડ ધ બીસ્ટ માટે મંત્રમુગ્ધ કરનાર સેટ અને પોશાક તૈયાર કર્યા હતા. ક્રિશ્ચિયન ડાયર સાથે એક કાર્યકાળ બાદ તેમણે વર્ષ 1950માં પોતાના ફેશન લેબલ અગાઉથી જ સ્થાપિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ 1954માં બબલ ડ્રેશ તૈયાર કર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.