તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન સુપ્રીમકોર્ટનો આદેશ:અમેરિકી પત્રકારના હત્યારા ઉમરને મુક્ત કરી વિશ્રામગૃહમાં પહોંચાડો

ઇસ્લામાબાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર

પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યામાં સંડોવાયેલા બ્રિટિશ મૂળના અલ-કાયદાના આતંકી અહેમદ ઉમર સઇદ શેખને તત્કાળ છોડી મૂકવા આદેશ કર્યો છે. જસ્ટિસ ઉમર અતા બંદિયાલના વડપણ હેઠળની બેન્ચે મંગળવારે ચુકાદો આપ્યો. કોર્ટે શેખને જેલમુક્ત કરીને 2 દિવસ સુધી સામાન્ય બેરેકમાં રાખવા અને તે પછી સંપૂર્ણ સુરક્ષા સાથે વિશ્રામગૃહમાં પહોંચાડવા આદેશ કર્યો.

કોર્ટે એમ પણ કહ્યું કે વિશ્રામગૃહમાં ઉમરની તેના પરિવારજનો સાથે મુલાકાત કરાવવામાં આવે. અગાઉ સોમવારે સુપ્રીમકોર્ટે શેખ અને તેના 3 સાથીને મુક્ત કરવાનો સિંધ હાઇકોર્ટનો ચુકાદો સ્થગિત કરવાની પાક. સરકારની માગ ફગાવી દીધી હતી. સરકારે કોર્ટને અનુરોધ કર્યો હતો કે શેખ અને તેના સાથીઓ- નસીમ, શેખ આદિલ અને સલમાન સાકિબની મુક્તિથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો