સ્પર્મ ડૉનરની અછત:ફ્રાન્સમાં સમલૈંગિક-એકલી મહિલા માટે ફર્ટિલિટી કાયદો લવાય

પેરિસ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રાન્સ સરકારે ફર્ટિલિટી ક્લિનિકો માટે 68 કરોડ જારી કર્યા

ફ્રાન્સ સરકારે એલજીબીટી સંગઠનોની માંગ પર સમલૈંગિક-એકલી મહિલા માટે ફર્ટિલિટી કાયદો પસાર કર્યો છે. હવે તે આઈવીએફ ટેક્નોલોજીથી માતા બની શકશે. આવો કાયદો બનાવનારો ફ્રાન્સ યુરોપનો 13મો દેશ બની ગયો છે. ત્યાં સુધી કે, ફ્રાન્સ સરકારે ફર્ટિલિટી ક્લિનિકો માટે રૂ. 68 કરોડ જારી કર્યા છે, જેથી જરૂરી સુવિધાઓ ઊભી કરી શકાય અને વેઈટિંગ લિસ્ટ ઓછું થાય.

જોકે, આ કાયદો પસાર કર્યા છતાં સમલૈંગિક-એકલી મહિલા માટે માતા બનવાનો માર્ગ એટલો સરળ નથી. તેનું કારણ એ છે કે ફ્રાન્સમાં સ્પર્મ ડૉનરની ભારે અછત છે. ફ્રાન્સમાં કાયદો સ્પર્મની આયાત કરવાની મંજૂરી પણ નથી આપતો.

પેરિસના એક ફર્ટિલિટી સેન્ટરના વડા લોરેન્સ પવીનું કહેવું છે કે દર વર્ષે અમને 200 આઈવીએફ ઓપરેશનની આશા છે, પરંતુ એક સેન્ટરના ડૉ. મેરિલ ટોલિડેનોએ કહ્યું છે કે ફ્રાન્સમાં સ્પર્મની અનિવાર્યતાના કારણે અમને લાગે છે કે, અમે વધતી માંગને પૂરી નહીં કરી શકીએ.

ફ્રાન્સમાં પૈસા લઈને સ્પર્મ ડોનેશન નથી કરી શકાતું
ફ્રાન્સમાં નવા કાયદા પ્રમાણે, પૈસા લઈને સ્પર્મ ડોનેશન કરી શકાતું નથી. એટલું જ નહીં, ડૉનરની ઓળખ પણ જાહેર નથી કરી શકાતી. આ કારણસર અહીં સ્પર્મ ડૉનરની સંખ્યા સતત ઘટી રહી છે. 2017માં અહીં 404 લોકોએ સ્પર્મ ડોનેટ કર્યા હતા, જ્યારે 2018માં આ સંખ્યા 386 અને 2019માં ઘટીને 317 થઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...