તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનનો ક્રૂર ચહેરો:ભૂતપૂર્વ મહિલા પોલીસ અધિકારીની પરિવારની સામે ઘરમાં હત્યા કરી, મહિલા 8 મહિનાની ગર્ભવતી હતી

કાબુલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાન સત્તા પર આવ્યું એ અગાઉ મહિલા જેલ-અધિકારી હતી

તાલિબાન વિશ્વ સમક્ષ મહિલાઓને સન્માન તથા હક આપવાની ખાતરી આપી રહ્યા હોય, પણ હકીકત તદ્દન વિપરીત છે. શનિવારે તાલિબાનના લડાકુઓએ ઘરમાં ઘૂસીને એક ભૂતપૂર્વ મહિલા પોલીસ અધિકારીની હત્યા કરી નાખી હતી. આ ઘટના બની ત્યારે પોલીસ અધિકારીનો પરિવાર ત્યાં હાજર હતો. મૃતક પોલીસ અધિકારીનું નામ બાનુ નિગાર છે. નિગાર ઘોર પ્રાંતના ફિરોઝકોહમાં રહેતી હતી. ખૂબ જ દુઃખદની વાત હતી કે આ મહિલા 8 મહિનાની સગર્ભા હતી.

મહિલાઓ પર અત્યાચાર
BBCએ બાનુ નિગારની હત્યાની માહિતી જાહેર કરી છે. બાનુના દીકરાએ પણ સ્થાનિક મીડિયા સમક્ષ આ ઘટના અંગે માહિતી આપી છે. આ અંગેનો વીડિયો પશ્તો ભાષામાં છે. તાલિબાન વિશ્વ સમક્ષ સતત એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તે મહિલાઓને શરિયત પ્રમાણે અધિકાર આપશે. બીજી બાજુ તેમણે મહિલાઓ સામે અભિયાન છેડ્યું છે. બાનુની હત્યા આ કડીનો એક ભાગ માનવામાં આવે છે.

તાલીબાને કહ્યું-તપાસ કરશું
BBCએ જ્યારે બાનીની હત્યા અંગે તાલિબાનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરાવીશું. બાનુની હત્યા રાત્રિના સમયે તેના ઘરમાં કરવામાં આવી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છે. નિગારના પરિવારનું કહેવું છે કે તાલિબાનને અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું એ અગાઉ મહિલા સ્થાનિક જેલમાં અધિકારી હતી.

શનિવારની રાત્રે ત્રણ હથિયારધારી તાલિબાન મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા. પરિવારના સભ્યોને બાંધી દીધા હતા અને ત્યાર બાદ ગર્ભવતી બાનુની પરિવારની સામે જ ગોળી મારી હત્યા કરી દીધી હતી. હુમલાખોર અરબી ભાષામાં વાત કરતા હતા.

વર્ષ 1996થી 2001 દરમિયાન તાલિબાનની પ્રથમ સરકારમાં મહિલાઓને શિક્ષણ સહિત અનેક પ્રકારના અધિકારો આપવામાં આવ્યા ન હતા. આ વખતે તાલિબાન ખાતરી આપી રહ્યું છે કે શરિયતની રોશનીમાં મહિલાઓને તેમના હક આપવામાં આવશે. કાબુલમાં શનિવારે મોટી સંખ્યામાં મહિલાઓએ તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ તાલિબાને તેમની પર હુમલો કર્યો હતો.