તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરાક ઓબામાની નજરે રાહુલ:ટૂંકી મુલાકાતમાં ઓબામા રાહુલને પામી ગયા, લખ્યું, 'રાહુલ ગાંધી ઉત્સાહી વિદ્યાર્થી જેવા છે, પ્રભાવિત કરનારા વિદ્યાર્થી જેવા કૌશલ્યનો અભાવ’

વોશિંગ્ટન6 મહિનો પહેલા
 • અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો
 • ઓબામા 2010 અને 2015માં ભારતના પ્રવાસે આવ્યા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમનાં સંસ્મરણો “અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાના કહેવા મુજબ, રાહુલ ગાંધીમાં એક એવા ગભરાયેલા અને નહીં ઘડાયેલા વિદ્યાર્થીના ગુણ છે કે જે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા ઇચ્છે છે, પણ તેનામાં વિષયમાં મહારત હાંસલ કરવાની યોગ્યતા અને ઝનૂનનો અભાવ છે. “અ પ્રોમિસ્ડ લેન્ડ’ની સમીક્ષા ન્યૂયોર્ક ટાઇમ્સે કરી છે. એમાં ઓબામાએ કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઓબામાનું કહેવું છે કે 'રાહુલ એ વિદ્યાર્થી જેવા છે, જે શિક્ષકને ઈમ્પ્રેસ કરવા માટે હોમવર્ક કરીને તો આવે છે, પણ તેમનામાં સબ્જેક્ટ પર પ્રભુત્વ મેળવવાની યોગ્યતા કે જુસ્સો નથી. આ રાહુલની નબળાઈ છે.' ઓબામા જ્યારે સત્તામાં હતા ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. ઓબામા જ્યારે ડિસેમ્બર, 2017માં છેલ્લી વખત ભારત આવેલા ત્યારે રાહુલ ગાંધીએ તેમની સાથે ટૂંકી મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ફોટો ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ પ્રેસિડેન્ટ ઓબામા સાથે 'ફ્રૂટફુલ ચેટ'નું ટ્વીટ પણ મૂક્યું હતું.

બે વખત ઓબામા ભારત આવ્યા હતા
ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે રાહુલ કોંગ્રેસ-ઉપાધ્યક્ષ હતા અને ડિસેમ્બર, 2017માં ઓબામાની ભારતની મુલાકાત વખતે તેમને મળ્યા હતા. ઓબામા રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળમાં 2010માં અને 2015માં એમ બે વખત ભારત આવ્યા હતા. તેમના 768 પેજનાં સંસ્મરણો “અ પ્રોમિસ્ડ લેન્ડ’ નવેમ્બમાં પ્રકાશિત કરવામાં આવશે. ત્રીજીવાર રાષ્ટ્રપતિપદથી હટ્યા પછી લીડરશિપ સમિટ અને ઓબામા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

‘મનમોહન સિંહ શાંત અને ઈમાનદાર’
મનમોહન સિંહના કાર્યકાળવાળી UPA સરકારના સમય નવેમ્બર 2009માં ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ભારતની મુલાકાત માટે આવ્યાં હતાં, ત્યારે મનમોહન સિંહ અને તેમનાં પત્ની ગુરુશરણ કૌરે ઓબામા પરિવાર માટે ડિનર પણ બનાવ્યું હતું. બરાક ઓબામા, અમેરિકાના પહેલા આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા. તેમણે તેમના કાર્યકાળમાં બે વખત ભારતની યાત્રા કરી હતી. ઓબામાએ મનમોહન સિંહને શાંત અને ઈમાનદાર ગણાવ્યા છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે ઓબામાના 768 પેજના પુસ્તકના અમુક ભાગોના રિવ્યૂ પબ્લિશ કર્યા છે. ઓબામાએ તેમના પુસ્તકમાં અન્ય દેશોના નેતાઓ વિશે પણ લખ્યું છે.

ઓબામાએ તેમના કાર્યકાળમાં બે વખત ભારતની યાત્રા કરી હતી.
ઓબામાએ તેમના કાર્યકાળમાં બે વખત ભારતની યાત્રા કરી હતી.

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને શારીરિક રીતે સાધારણ ગણાવ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન વિશે લખ્યું છે કે તે સજ્જન, ઈમાનદાર અને વફાદાર છે. બાઈડનને લાગશે કે તેમની પર ધ્યાન નથી અપાયું તો તેઓ ગુસ્સે ભરાઈ શકે છે, આ એવી ક્વોલિટી છે જે કોઈ યુવા સાથે ડીલ કરતી વખતે માહોલ બગાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો