ટ્રમ્પનું TRUTH Social:બધે પ્રતિબંધીત થયા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પ તેમનું સોશિયલ મીડિયા પ્લેટફર્મ ઉભુ કરશે, ટેક કંપનીઓનો વિરોધ કર્યો

એક મહિનો પહેલા

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમનું સોશિયલ મીડિયા પ્લેટફર્મ લોન્ચ કરવાના છે. 'TRUTH Social' નામનું આ પ્લેટફર્મ નામનું આ પ્લેટફર્મ આવતા વર્ષેની શરૂઆતમાં આવશે. તેનું બીટા વર્ઝન ખાસ ગેસ્ટ્સને નવેમ્બરમાં આપવામાં આવશે. આ વર્ષે 6 જાન્યુઆરીએ ટ્રમ્પ સમર્થકો તરફથી અમેરિકન સંસદમાં કરવામાં આવેલા કેપિટલ રાયટ પછી ટ્રમ્પ પર ફેસબુક અને ટ્વિટરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ધી ન્યૂ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપ (TMTG)એ કહ્યું છે કે, તેઓ હાલના લિબરલ મીડિયા સંઘને પડકાર આપતું એક નવું સોશિયલ નેટવર્ક ઉભુ કરશે અને સિલિકોન વેલીની મોટી ટેક કંપનીઓ સામે લડશે. જેમણે તેમની તાકાતનો ઉપયોગ કરીને અમેરિકામાં વિરોધના અવાજને દબાવ્યો છે.

ટેક કંપનીઓની તાનાશાહી સામે લડશે ટ્રમ્પ
ટ્રમ્પ આ ગ્રૂપના ચેરમેન બનશે. તેમણે કહ્યું કે, મેં TRUTH Social અને TMTGને એટલા માટે બનાવવાનું નક્કી કર્યું છે, કારણકે અમે મોટી ટેક કંપનીઓની તાનાશાહીનો વિરોધ કરી શકીએ.
ટ્રમ્પે કહ્યું કે, અમે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં તાલિબાન ટ્વિટર પર હાજર છે પરંતુ અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ સ્વીકારી શકાય એમ નથી. હું ખૂબ ટૂંક સમયમાં સત્ય વિશેની પોસ્ટ કરવા ઉત્સુક છું. TMTGની સ્થાપના દરેક લોકો અવાજ ઉઠાવી શકે તે હેતુથી કરવામાં આવી છે. હું ટ્રુથ સોશિયલથી મારા વિચારો શેર કરવા અને મોટી ટેક કંપનીઓ સામે લડવા માટે તૈયાર છું. મને દરેક લોકો આવો સવાલ પૂછે છે કે, મોટી ટેક કંપનીઓનો કેમ કોઈ વિરોધ નથી કરતાં? તો અમે હવે ઉભા થઈશું, ખૂબ ટૂંક સમયમાં.

TMTG+ નામની સબ્સક્રિપ્સન સેના પણ લોન્ચ કરાશે
ટ્રુથ સોશિયલ એપ હાવ એપલ એપ સ્ટોર પર પ્રી-ઓર્ડરથી મેળવી શકાશે, ટેસ્ટિંગ માટે તેનું બીટા વર્જન નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે 2022ના પહેલાં ક્વાર્ટરમાં એપને અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. ના માત્ર સોશિયલ મીડિયા સર્વિસ, વીડિયો ઓન ડિમાન્ડ માટે TMTG+ નામની સબ્સક્રિપ્શન સેવા પણ લોન્ચ કરવામાં આવશે. તેનાથી એન્ટરટેઈમેન્ટ, ન્યૂઝ, પોડકાસ્ટ અને અન્ય સેવાઓ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...