• Gujarati News
  • International
  • Former Prime Minister Abe Was Staring At The Road And People Were Watching, The Biggest Question Was Why Did It Take So Long To Take Him To The Hospital?

આબેને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ કેમ થયો?:પૂર્વ વડાપ્રધાન રસ્તા પર તડપતા રહ્યા ને લોકો જોતા રહ્યા, 15 મિનિટ પછી પહોંચી એમ્બ્યુલન્સ

ટોકિયો3 મહિનો પહેલા

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારી હત્યા કરાઈ છે. ગોળીબાર બાદ ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સવાલ એ બાબતે ઊઠી રહ્યો છે કે જાપાન જેવા વિકસિત દેશમાં પણ પૂર્વ વડાપ્રધાનને હોસ્પિટલ લઈ જવામાં આટલી વાર કેમ લાગી ? ક્યાંક તેમની સુરક્ષામાં તો ચૂક નહિ હોય સહિતના વિવિધ સવાલો હાલ વિશ્વસ્તરે ચર્ચાઈ રહ્યાં છે. જાપાનના પત્રકાર યોમિઉરી શિંબુનના જણાવ્યા મુજબ, પૂર્વ પીએમને ગોળી વાગ્યા પછી 15 મિનિટ પછી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી હતી.

ગોળી વાગ્યા પછી 15 મિનિટ પછી પહોંચી એમ્બ્યુલન્સ
જાપાનના પત્રકાર યોમિઉરી શિંબુનના જણાવ્યા મુજબ, પૂર્વ પીએમને ગોળી વાગ્યા પછી 15 મિનિટ પછી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું લોહી વહી ગયું હતું. હાલ આબેની સ્થિતિ ગભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને હાર્ટએટેક પણ આવ્યો હતો. તેમની ઉંમર 67 વર્ષની છે અને છેલ્લા ઘણા સમયથી તેમને ગંભીર બીમારીઓ હતી.

હુમલા બાદ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.
હુમલા બાદ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.

નારા શહેરમાં સંબોધન દરમિયાન શિન્ઝો પર ગોળીબાર
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પાછળથી બે ગોળી મરાઈ હતી. ગોળી વાગતાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું.

ઘટનાસ્થળે આબેને સારવાર આપી રહેલી મડિકલ ટીમ.
ઘટનાસ્થળે આબેને સારવાર આપી રહેલી મડિકલ ટીમ.
બાદમાં આબેને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા.
બાદમાં આબેને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા.
હુમલો કરનારની સુરક્ષા જવાનોએ ધરપકડ કરી લીધી હતી. તેની ઉંમર 42 વર્ષ જણાવાઈ રહી છે.
હુમલો કરનારની સુરક્ષા જવાનોએ ધરપકડ કરી લીધી હતી. તેની ઉંમર 42 વર્ષ જણાવાઈ રહી છે.

42 વર્ષીય હુમલાખોરની ધરપકડ
જાપાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળી વાગ્યા બાદ 67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ-એટેક પણ આવ્યો હતો. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.

આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા
આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા

આબે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે, જેમાં સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...