તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોનાલ્ડ ટ્રમ્પ ઈમ્પિચમેન્ટ:પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હિંસા માટે લોકોને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત

વોશિંગ્ટન18 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ઐતિહાસિક જીત મળી છે. અમેરિકન સેનેટમાં મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા પછી ટ્રમ્પને 6 જાન્યુઆરી, 2021ના રોજ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલી હિંસાના મામલે મુક્ત કરી દેવાયા છે. આ અગાઉ પાંચમા દિવસની સુનાવણી પછી વોટિંગ કરાવાયું હતું.

વોટિંગની આ પ્રક્રિયા દરમિયાન ટ્રમ્પની તરફેણમાં 43 વોટ પડ્યા, જ્યારે તેમની વિરુદ્ધ 57 સેનેટર્સે વોટિંગ કર્યુ. આ રીતે ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે જરૂરી બે તૃતિયાંશ મત ન મળી શક્યા. તેના પછી ટ્રમ્પ કેપિટલ હિલમાં થયેલી હિંસાના મામલે મુક્ત થયા.

બીજી વખત મહાભિયોગનો સામનો કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કરતા કહ્યું છે કે તેમના પર હિંસા ભડકાવવાનો જે આરોપ લગાવાયો છે, તે એક ઘણું મોટું જુઠાણું છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, વકીલ માઈકલ વેન ડેર વીને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ડેમોક્રેટ સાંસદોની તરફથી શરૂ કરાયેલી મહાભિયોગની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે.

6 જાન્યુઆરીએ થઈ હતી હિંસા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કરતા કહ્યું છે કે તેમના પર હિંસા ભડકાવવાનો જે આરોપ લગાવાયો છે, તે એક ઘણું મોટું જુઠાણું છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કરતા કહ્યું છે કે તેમના પર હિંસા ભડકાવવાનો જે આરોપ લગાવાયો છે, તે એક ઘણું મોટું જુઠાણું છે.

ટ્રમ્પ પર આરોપ હતો કે તેમણે 6 જાન્યુઆરીએ અમેરિકન સંસદ ભવન (કેપિટલ હિલ)માં તોફાન કરાવ્યા હતા, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. જો કે તેમણે આ આરોપ નકાર્યો હતો. આ દરમિયાન મોટાભાગના રિપબ્લિકન સાંસદોએ સંકેત આપ્યો હતો કે તેઓ ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે મતદાન નહીં કરે. બચાવ પક્ષે મહાભિયોગ સુનાવણીના ત્વરિત સમાપન માટે ચાર કલાકથી પણ ઓછો સમય લીધો.

ઓડિયો-વીડિયો પુરાવાની થઈ તપાસ
તેના પછી બંને પક્ષોના પ્રશ્નો પૂછવા માટે સેનેટરોને ચાર કલાકનો સમય અપાયો. આ અગાઉ સેનેટરોએ સંસદમાં બે દિવસ સુધી બેઠક યોજી જેમાં વીડિયો અને ઓડિયો ફૂટેજ તપાસવામાં આવ્યા.
ડેમોક્રેટિક વકીલોએ એ જણાવવાની કોશિશ કરી કે ટ્રમ્પનું વલણ હિંસા ભડકાવવાનું રહે છે. તેમણે તોફાનો રોકવા કંઈ ન કર્યુ અને તેના માટે કોઈ ખેદ વ્યક્ત ન કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો