• Gujarati News
  • International
  • Former Pakistani Diplomat Hussein Haqqani Says If Pakistan Does Not Celebrate Taliban Victory, It Could Be Costly

પોતાના લોકોને સલાહ:પાકિસ્તાનના ભૂતપુર્વ રાજદ્વારી હુસૈન હક્કાનીએ કહ્યું- તાલીબાનની જીતની પાકિસ્તાન ખુશી ન મનાવે, તે મોંઘી પડી શકે છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર) - Divya Bhaskar
(ફાઈલ તસવીર)

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ જો કોઈ સૌથી વધારે ખુશ હોય તો તે પાકિસ્તાન છે. રાજધાની ઈસ્લામાબાદમાં પણ તાલિબાનના ઝંડા લહેરાઈ રહ્યા છે. તરફેણમાં જૂલુસ અને રેલી નિકળી રહી છે. ઈમરાન ખાન સરકાર તાલિબાન સરકારને વિશ્વભરમાં માન્યતા અપાવવા માટે જોર આપી રહ્યું છે. હવે પાકિસ્તાનના ભૂતપુર્વ રાજદ્વારી હુસૈન હક્કાનીએ પાકિસ્તાન સરકાર, લશ્કર અને ISIને સીધી ચેતવણી આપી છે.

હક્કાનીના મતે પાકિસ્તાનમાં તાલિબાનની જીતની વધારે પડતી ખુશી તેને મોંઘી પડશે. હક્કાનીના મતે વિશ્વ બધુ જ જોઈ રહ્યું છે અને આ ખુશીનું પરિણામ અનેક સ્તર પર પાકિસ્તાને ભોગવવું પડશે.

CNBC ન્યૂઝને આપેલી મુલાકાતમાં હક્કાનીએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાની સરકાર અને જવાબદાર લોકો જેટલો સરળ મુદ્દો સમજી રહ્યા છે તે એટલો સરળ નથી. ઈમરાન ખાન કહે છે કે તાલીબાને ગુલામીની બેડીઓ તોડી નાંખી છે. વિદેશ મંત્રી કુરેશી અને NSA મોઈદ યુસૂફ વિશ્વને તાલીબાન સરકારને મંજૂરી તથા મદદ માટે પૂરી શક્તિથી કામે લાગેલા છે. આ સંજોગોમાં પાકિસ્તાન અને તાલીબાન એક જ છે. 20 વર્, સુધી પાકિસ્તાને છૂપાઈને તાલીબાનને મદદ કરી છે. હવે તે સામે ચાલીને વિશ્વને આ અંગેના પૂરાવા આપી રહ્યું છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં તાલીબાન નેતા પાકિસ્તાન પ્રવાસ પર ગયા હતા. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ આતંકવાદી નેતાઓને રિસીવ કરવા મંત્રાલયના પાર્કિંગમાં આવેલા
ગયા વર્ષે જુલાઈ મહિનામાં તાલીબાન નેતા પાકિસ્તાન પ્રવાસ પર ગયા હતા. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ આતંકવાદી નેતાઓને રિસીવ કરવા મંત્રાલયના પાર્કિંગમાં આવેલા

સૌ તાલીબાન એક છે
હુસૈને કહ્યું કે-અફઘાન તાલીબાન અને પાકિસ્તાન તાલીબાન (TTP)માં કોઈ તફાવત નથી. બન્ને એક જ છે. બન્નેમાં પશ્તૂન છે. TTPએ ગયા સપ્તાહે પાકિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા કર્યાં. અફઘાનિસ્તાનમાં તાલીબાનની જીત બાદ પાકિસ્તાન તાલીબાન ઉત્સાહમાં છે અને તેમને ત્યાં વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું છે. TTP હવે પાકિસ્તાનમાં એમ જ કરશે કે જે અફગાન તાલીબાને પોતાના વિસ્તારમાં કર્યું છે અને અફઘાન તાલીબાન તેને અટકાવી શકસે નહીં. અફઘાન તાલીબાન મોટો ભાઈ છે અને પાકિસ્તાન તાલીબાન નાના ભાઈ છે. એક જીતી ચુક્યું છે તો હવે બીજુ ચુપ બેસવાનું નથી અને તેના નેતા પણ અમેરિકાના મીડિયામાં આ અંગે જાહેરાત કરી ચુક્યા છે.

અફઘાનિસ્તાનના અનેક લોકો પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે
અફઘાનિસ્તાનના અનેક લોકો પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે

તાલીબાનને ભારતની જરૂર
અફઘાનિસ્તાનનું તાલીબાન ઈચ્છે છે કે વિશ્વ તેની સરકારને માન્યતા આપે. ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકતંત્રથી સમક્ષ તે વિનંતી કરી રહ્યા છે. વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાનની ચિંતા કોને છે? મોટા દેશ માન્યતા અને મદદ આપશે તો તાલીબાન એમ જ મુશ્કેલીમાંથી નિકળી જશે. પાકિસ્તાન યુદ્ધમાં તો છેતરપિંડીથી મદદ કરી શકે છે. જોકે સત્તા ચલાવવામાં નહીં. તેની પાસે આપવા જેવું છે પણ શું?