ઈમરાનનો ઇન્ટરવ્યુ:પાકિસ્તાનના પૂર્વ PM ખાને પોતાને જ ગધેડા કહ્યા; ઈમરાનના વિવાદાસ્પદ વીડિયો કોઈપણ સમયે જાહેર થઈ શકે છેઃ પાક.મીડિયા

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: ત્રિદેવ શર્મા
  • ઈમરાને ઇન્ટરવ્યુમાં કહ્યું- ગધેડો ઝીબ્રા ન બની શકે

પાકિસ્તાનના રાજકારણમાં વીડિયોયુદ્ધ થવા જઈ રહ્યું છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા મુજબ, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના 7થી 8 વીડિયો કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. ઈમરાન ખાન માની ચૂક્યા છે કે તેમના કેટલાક વીડિયો સામે આવવાના છે અને એ તેમની છાપને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. ઈમરાને એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાને જ ગધેડા કહ્યા અને કહ્યું કે ગધેડો ઝીબ્રા ન બની શકે.

ગધેડો, ગધેડો જ હોય છે
વીડિયોમાં ઈમરાન ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે હું બ્રિટિશ સમાજનો હિસ્સો હતો. જોકે મેં એનો સ્વીકાર કર્યો નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ મારું ખૂબ જ સ્વાગત કરે છે તેમ છતાં મેં ક્યારેય એને પોતાનું ઘર માન્યું નથી. એ પછી ઈમરાન પોતાના વિશે કહે છે, જો તમે ગધેડા પર ધાર્યું નાખશો તો એ ઝીબ્રા થશે નહિ. ગધેડો, ગધેડો જ રહેશે. આ વીડિયોને સ્થાનિક પત્રકાર હસન જૈદીએ ટ્વિટર પર શેર કર્યો છે.

હવે ખાનના ચીફ ઓફ સ્ટાફ અને ચીફ એડવાઈઝર શહબાજ ગિલનું નિવેદન બહાર આવ્યું છે. ગિલે કહ્યું હતું કે મારી બધાને નમ્ર અરજ છે કે ઈમરાન ખાનનો વીડિયો લીક ન થવો જોઈએ કે બહાર ન પાડવો જોઈએ, એનાથી ખૂબ જ નુકસાન થશે.

ઈમરાન ખાનની સાથે એક ફ્લાઇટમાં ઉપસ્થિત તેમના ચીફ ઓફ સ્ટાફ શહબાજ ગિલ. (ફાઈલ).
ઈમરાન ખાનની સાથે એક ફ્લાઇટમાં ઉપસ્થિત તેમના ચીફ ઓફ સ્ટાફ શહબાજ ગિલ. (ફાઈલ).

ઈમરાન અને તેમના નજીકના ખૌફજદા
ખાનનો કથિત વીડિયો અત્યારસુધીમાં જાહેર કરવામાં આવ્યો નથી. જોકે ઈમરાન ખાન પોતે અને તેમના નજીકના મિત્ર તથા ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI) ખૂબ જ ભયભીત છે. તમામ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈને ચર્ચા ચાલી રહી છે.

ઈમરાન ખાન જાણે છે કે તેમની ઘણી વીડિયો-ટેપ્સ કેટલાક લોકોની પાસે છે. આ કારણે જ એક્ટર શાન શાહિદને ગુરુવારે આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે મારી છાપને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

PTIની સોશિયલ મીડિયા વિંગને ઈમરાનની તાકાત કહેવામાં આવે છે. તેણે સેનાને જાહેરમાં ગાળો આપી, ખોટા આરોપો પણ લગાવ્યા. મરિયમ નવાજ અને મરિયમ ઐરંગઝેબ સિવાય PTIનો વિરોધ કરનારી મહિલા પત્રકારોનાં અશ્લીલ મીમ્સ શેર કર્યાં. હવે ઈમરાન ઘેરાયા છે તો સોશિયલ મીડિયા વિંગ વીડિયો જાહેર થતાં પહેલાં જ બચાવમાં ઊતરી આવી છે.

ગુરુવારે એક રેડિયો પ્રોગ્રામ દરમિયાન ઈમરાન, જેમાં તેમણે વીડિયોની વાત માની હતી.
ગુરુવારે એક રેડિયો પ્રોગ્રામ દરમિયાન ઈમરાન, જેમાં તેમણે વીડિયોની વાત માની હતી.

ગિલની ભલામણે
ઈમરાનના ચીફ ઓફ સ્ટાફ શહબાઝ ગિલે એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- કોઈપણ વ્યક્તિ વિશે વાત કરીને તમે તેના પસાર થયેલા સમયને જુઓ છો. આપણા દેશમાં અગાઉ પણ ઘણા વીડિયો સ્કેન્ડલ્સ થયાં હતાં. નવાઝ શરીફ, બેનઝિર ભુટ્ટો અને નસરત ભુટ્ટોની વાંધાજનક અને ફેક તસવીરો બહાર આવી છે. મરિયમ નવાઝના પતિ સફદ ખાન તો દાવો કરે છે કે તેમની પાસે ઘણા લોકોના બાથરૂમવાળા વીડિયો ઉપલબ્ધ છે.

વીડિયો રિલીઝ કરવામાં વિલંબ શા માટે
પાકિસ્તાનના સિનિયર જર્નલિસ્ટ જફર નકવી અને મોઅજ્જમ ખાને કહ્યું હતું કે સવાલ એ ઊઠી રહ્યા છે કે ઈમરાનના વીડિયો જેમની પાસે ઉપલબ્ધ છે તેમણે એને અત્યારસુધી શા માટે જાહેર કર્યા નથી. અંતે, એ કોણ છે જે વીડિયો-ટેપ્સની ફોરેન્સિક તપાસ થવા છતાં એને રોકી રહ્યું છે? અમારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, ઈમરાન અને વીડિયો રાખનારની વચ્ચે કેટલીક સોદાબાજી ચાલી રહી છે. આ સોદાબાજી રાજકીય પણ છે અને ફાઈનાન્શિયલ પણ. હવે એ જોવાનું રહેશે કે ડીલ થાય છે કે કેમ. જોકે એ વાત નક્કી છે કે આ વીડિયો બહાર આવે છે તો ઈમરાનનું રાજકીય કરિયર સમાપ્ત થઈ જશે.

પૂર્વ ISI ચીફ ફૈજ હમીદની સાથે ખાન.
પૂર્વ ISI ચીફ ફૈજ હમીદની સાથે ખાન.

ઈમરાન 9 શહેરમાં રેલીઓ કરશે
ઈમરાન ખાન 9મેથી પોતાના ચૂંટણીક્ષેત્ર મિયાંવાલીથી ઈલેક્શન કરાઓ-હુકુમત બદલો માર્ચ શરૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ કુલ 9 શહેરમાં રેલીઓ અને ધરણાં કરશે. અંતિમ ધરણાં ઈસ્લામાબાદમાં આ મહિનાના અંતમાં થશે. બીજી તરફ તેમની સોશિયલ મીડિયા ટીમ સેના વિશે ખોટી-ખોટી વાતો ફેલાવી રહી છે. એવામાં ઈમરાનની માર્ચ અને ધરણાંને રોકાવા માટે તેમને વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવી શકે છે. હવે આ કોણ કરી રહ્યું છે અને ઈમરાન શા માટે આટલા ડરેલા છે? આ સવાલનો જવાબ ઝડપથી મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...