તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈમરાનની ફજેતી:પૂર્વ લેફટનન્ટ જનરલ શોએબે કહ્યું- અમારા PM નિષ્ફળ અને અયોગ્ય, મોદી સાથે તેની સરખામણી ન થઇ શકે

ઇસ્લામાબાદ17 દિવસ પહેલા
ઇમરાન ખાને 2018 માં સત્તા સંભાળી હતી. ત્યારબાદથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન મુજબ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાન પરનું બહારનું દેવું, 11,380 કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
ઇમરાન ખાને 2018 માં સત્તા સંભાળી હતી. ત્યારબાદથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન મુજબ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાન પરનું બહારનું દેવું, 11,380 કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે. -ફાઇલ ફોટો

એક સમયે વડાપ્રધાન ઇમરાન ખાનની તરફેણમાં જોવામાં આવતા ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ તેનો સખત વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ઇમરાનની વિદેશ નીતિ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.હાલમાં જ એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અમજદ શોએબે તો ઇમરાનને નિષ્ફળ અને અયોગ્ય પણ કહી દીધા હતા. જો કે, આ ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઇદનો બચાવ કર્યો હતો.

અમજદ શોએબ પાકિસ્તાન માટે જાણીતું નામ છે. તે દેશની લગભગ દરેક ન્યૂઝ ચેનલ પર સૈન્ય અને વિદેશ નીતિના નિષ્ણાત તરીકે નજરે પડી રહ્યા હોય છે. શોએબ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ પહેલા તે ખુલ્લેઆમ ઇમરાન અને સેનાનો બચાવ કરી રહ્યા હતા.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અમજદ શોએબ
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અમજદ શોએબ

હાફિઝ સઇદનો કેસ ભારતના કારણે
એક સવાલના જવાબમાં શોએબે કહ્યું - અમેરિકાએ હાફિઝ સઇદ પર ઇનામ જાહેર કર્યું. તેના એજન્ટ રેમન્ડ ડેવિસને અહીં મોકલ્યો. તે થકી તે મુંબઈ હુમલામાં સામેલ હાફિઝ સઈદની ભૂમિકાના પુરાવા શોધવા માંગતા હતા, પરંતુ કંઈ મળ્યું નહીં. ખરેખર, ભારતના દબાણમાં હાફિઝ સઇદનો મામલો જીવંત રાખવામાં આવ્યો છે.

અમે સ્વયં બીજાને તક આપીએ છીએ
સરકારની કામગીરી અંગે સવાલ ઉઠાવતા આ ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ કહ્યું- ગયા વર્ષે અમેરિકાએ શંકાના આધારે અમારી હબીબ બેંકના તમામ વ્યવહારો પર રોક લગાવી દીધી હતી. સમસ્યા દેશની અંદર છે. હબીબ બેંક અને અન્ય સંગઠનો પીઆર અમેરિકામાં કાર્યવાહી થાય છે, આપણા દેશમાં કેમ નહીં. અમે કોઈને શા માટે સજા નથી કરી. તેનો જવાબ કોઈ આપી શકતું નથી.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અમજદ શોએબે ઈમરાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર ગુલામ થઈ ગઈ છે.
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અમજદ શોએબે ઈમરાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર ગુલામ થઈ ગઈ છે.

સત્તા એક વ્યક્તિની ગુલામ
શોએબે ઇમરાનનું નામ લીધા વિના ખૂબ સાચું-ખોટું સાંભળાવ્યું. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું, સત્ય એ છે કે એક નિષ્ફળ અને અયોગ્ય માણસના હાથમાં સત્તા આપવામાં આવી છે. અથવા એમ કહીએ કે સરકાર ગુલામ થઈ ગઈ છે. આખું વિશ્વ પોતાના દેશ માટે કામ કરી રહ્યું છે, અને આ સરકાર આ અયોગ્ય માણસ માટે કામ કરી રહી છે. લોકોને તે ભરોસોન અપાવવા કામે લગાડી દીધા છે કે આપણાં તો આ જ વડાપ્રધાન છે. પોતાના દેશ માટે કામ કરતા નેતાઓનો વ્યક્તિગત એજન્ડા કે જાતિ હોતી નથી. તે આવનાર પેઢીઓ માટે કંઈક કરવા માંગે છે. અમારી ડિપ્લોમેસી ફ્લોપ છે કારણ કે આપણા વજીર-એ-આઝમને કંઈ ખબર જ નથી રહેતી. આવા માણસની સરખામણી તમે નરેન્દ્ર મોદી સાથે કેવી રીતે કરી શકો છો?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો