ભાસ્કર ખાસ:ફેસબુકની પૂર્વ એક્ઝિક્યુટિવ સિલ્વરમેન સોશિયલ મીડિયા વિરુદ્ધ પારદર્શક કાયદો બનાવશે, અનેક રહસ્યો ઉજાગર કરશે

ન્યૂયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટનું રિયલ ટાઈમ ટ્રેકિંગ થશે, સામાજિક પ્રભાવ પણ જાણી શકાશે

ફેસબુકના પૂર્વ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા બ્રેન્ડન સિલ્વરમેન આજકાલ અમેરિકન કોંગ્રેસ સાથે મળીને દુનિયાનો સૌથી મજબૂત પારદર્શક કાયદો બનાવવા પ્રયત્નશીલ છે. આ કાયદાથી સોશિયલ મીડિયાનાં અનેક રહસ્યો ખૂલશે. તેને અત્યાર સુધી સોશિયલનું બ્લેક બોક્સ કહેવાતો હતો. સિલ્વરમેન ક્રાઉડટેંગલ નામનું સ્ટાર્ટઅપ ચલાવતા હતા. તે ઘણું લોકપ્રિય સ્ટાર્ટઅપ હતું. તેના થકી ફેસબુક પર અપલોડ થતું કન્ટેન્ટ ટ્રેક કરી શકાતું હતું એટલે કે કયું કન્ટેન્ટ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. કયા કન્ટેન્ટની વ્યૂઅરશિપ કેટલી છે વગેરે.

આ કંપની ફેસબુકે 2016માં ટેકઓવર કરી લીધી હતી. આ સાથે જ સિલ્વરમેન પણ ફેસબુક સાથે જોડાઈ ગયા હતા. સિલ્વરમેન ફેસબુકના અનેક પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતા. પરંતુ તેમણે ઓક્ટોબર 2021માં ફેસબુકમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેમણે અમેરિકન કોંગ્રેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, જે સોશિયલ મીડિયા કંપનીઓને ધ્યાનમાં રાખી પારદર્શક કાયદો બનાવી રહ્યા છે.

સિલ્વરમેનનું માનવું છે કે, ફેસબુકમાં કામ કરતી વખતે મને જાણવા મળ્યું કે આ પ્રકારની કંપનીઓમાં પારદર્શકતા માટે કોઈ જગ્યા નથી. ફેસબુકે બાળકો માટે ઈન્સ્ટાગ્રામ એપ બનાવતી વખતે પણ આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું. જોકે, આ કાયદા વિશે સિલ્વરમેન હાલ ખાસ કંઈ જણાવતા નથી, પરંતુ તેમનું માનવું છે કે, સોશિયલ મીડિયા પર લગામ કસવી બહુ જ જરૂરી છે.

વ્હિસલબ્લોઅર ન બનશો, સારો કાયદો બનાવવા સાથ આપો
સિલ્વરમેન જે કાયદા પર કામ કરી રહ્યા છે, તેનાથી સોશિયલ મીડિયાનું રિયલ ટાઈમ ટ્રેકિંગ થશે. આ સાથે સોશિયલ મીડિયા પોસ્ટની સામાજિક અસરોનો પણ અભ્યાસ થઈ શકશે. તેમનું માનવું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ વ્હિસલબ્લોઅર બનવા કરતા મજબૂત કાયદો બનાવવા સરકારી એજન્સીઓને સાથ આપવો વધુ યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...