તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમય કા પહિયા ઘૂમે...:અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરે છે, તસવીર આવી સામે

બર્લિનએક મહિનો પહેલા
  • સૈયદ અહમદ સાદત અફઘાનિસ્તાનના સંચારમંત્રી રહી ચૂક્યા છે

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા વચ્ચે અફઘાનિસ્તાનના એક પૂર્વ મંત્રીની તસવીર જર્મનીથી સામે આવી છે. આ તસવીરે લોકોને વિચારતા કરી દીધા છે.

હકીકતમાં અફઘાન સરકારમાં સંચારમંત્રી રહેલા સૈયદ અહમદ સાદતે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાન છોડી દીધું હતું. રિપોર્ટ અનુસાર, મંત્રી સૈયદ અહમદ સાદત હાલમાં જર્મનીમાં છે. તેમણે અફઘાનિસ્તાનમાં સંચારમંત્રી તરીકે સેલ ફોન નેટવર્કનો ફેલાવો કર્યો હતો.

તસવીર થઈ રહી છે વાઇરલ

આ અંગેની તસવીર EHA ન્યૂઝે ટ્વીટ કરી છે. તસવીરમાં જણાઈ રહ્યું છે કે અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી સૈયદ અહમદ જર્મનીમાં પિત્ઝાની ડિલિવરી કરતા જોઈ શકાય છે. કહેવાય છે કે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સૈયદ અહમદ રાજકારણમાં સક્રિય હતા, પણ મંત્રી નહોતા. તેમણે એક વર્ષ પહેલા જ સંચારમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. ટૂંકમાં, અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં પિત્ઝા ડિલિવરી બોય બની ગયા છે. જે તસવીર સામે આવી છે એમાં જર્મનીના લીપઝિન્ગમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. તે જ્યારે જર્મની ગયા ત્યારે અન્ય કામ કર્યા, પણ પછી રૂપિયા ખૂટી જતાં પિત્ઝા ડિલિવરીનું કામ શરૂ કર્યું. તેમનું કહેવું છે કે આ પ્રકારનું કામ કરવામાં કોઈ શરમ નથી આવતી.

અલગ અલગ દેશમાં લીધું શરણું
ઉલ્લેખનીય છે કે તાલિબાનની એન્ટ્રી પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અંધાધૂંધીનો માહોલ છે. દરેક અફઘાન દેશમાંથી ભાગવા માગે છે. રાષ્ટ્રપતિ ગની સાઉદી આરબ અમીરાત ચાલ્યા ગયા છે, જ્યારે તેમના કેટલાક મંત્રીઓએ પણ અલગ અલગ દેશમાં શરણું લીધું છે.

અન્ય સમાચારો પણ છે...