તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Foreign Ministers From Five Countries, Including India, Attended; China Said We Are With India In Difficult Times

બ્રિક્સ મીટિંગ:ભારત સહિત પાંચ દેશોના વિદેશ મંત્રીએ ભાગ લીધો; ચીને કહ્યું- મુશ્કેલ સમયમાં અમે ભારત સાથે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મંગળવારે વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. મીટિંગનો એજન્ડા મુખ્યત્વે કોવિડ-19થી સર્જાયેલી મુશ્કેલી અને તે દરમિયાન પરસ્પર સહયોગને લગતો હતો. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ આ બેઠક દરમિયાન કહ્યું હતું કે તેમનો દેશ આ મુશ્કેલીમાં ભારત સાથે ઉભો છે. આ બેઠકની અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કરી છે.

બ્રિક્સ પાંચ દેશનો સમૂહ છે. તેમા બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તેનું નામ સભ્ય દેશોના નામ પ્રમાણે રાખવામાં આવ્યું છે. દરેક દેશનો પહેલો આલ્ફાબેટ લેવામાં આવ્યા છે.​​​​​​​

ભારતે શું કહ્યું
બેઠકના અંતે તમામ દેશોના વિદેશ મંત્રીઓએ એકબીજાને સામૂહિક રીતે હાથ જોડી નમસ્કાર કર્યાં. ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તમામ દેશને સમાન હક અને પ્રતિનિધિત્વ મળે. એકબીજાની સંપ્રભૂતાનું સન્માન પણ UN ચાર્ટર પ્રમાણે થવું જોઈએ. તમામ દેશ એકબીજાની પ્રાદેશિક એકતાનું સન્માન કરે.​​​​​​​

વેક્સિનને લગતા મુદ્દા અંગે પણ ચર્ચા થઈ
આ બેઠક સમયે દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીએ કોરોના વાઈરસ વેક્સિનનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. તેમણે કહ્યું-વેક્સિનના મુદ્દે ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્રોડક્શન અંગે સહયોગ તથા સમજૂતી કરવાની જરૂર છે. આપણે યાદ રાખવું પડશે કે જ્યાં સુધી તમામ સુરક્ષિત થઈ જતા નથી ત્યાં સુધી આપણે પણ સુરક્ષિત નથી. વેક્સિનની બાબતમાં ગ્લોબલ ગેપ ઘણો વધારે છે, આપણે વર્તમાન સમયમાં કામ કરતા રહેવું જોઈએ. ​​​​​​​

ચીન તરફથી સહયોગની ખાતરી આપવામાં આવી
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે ભારત મહામારીની મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ મુશ્કેલ ઘડીમાં અમે નવી દિલ્હીને સહયોગની ખાતરી આપી છીએ. અમે અન્ય બ્રિક્સ દેશોને પણ કહેવા માંગી છીએ કે ચીન આ મુદ્દે સહયોગ કરવા માટે તૈયાર છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ચીન આ મુદ્દે સંપૂર્ણ સહયોગ કરવા માટે તૈયાર છે.