ડ્રેગનનો દાવ:ચીનમાં હાન યુવકોના ઉઈગર મુસ્લિમ છોકરીઓ સાથે બળજબરીથી લગ્ન

બેઈજિંગ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિનજિયાંગથી સવા કરોડ મુસ્લિમોની વસતીનું અસ્તિત્વ જોખમમાં

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના વિરોધને દબાવવા મોટો ખેલ ચાલી રહ્યો છે. અહીંની ઉઈગર મુસ્લિમોની વસતીની ઓળખને ખતમ કરી નાખવા ઉઈગર છોકરીઓના બળજબરીપૂર્વક ચીનના યુવાઓ સાથે લગ્ન કરાવાઈ રહ્યા છે.

ચીનમાં બહુમતીમાં હાન સમુદાયના યુવાઓના લગ્ન માટે વિશેષ ભથ્થાં અપાઈ રહ્યા છે. વોશિંગ્ટનના ઉઇગર હ્યુમન રાઈટ્સ પ્રોજેક્ટ(યુએચઆરપી) અનુસાર કોઈ ઉઈગર છોકરી લગ્ન કરવાનો વિરોધ કરે તો તેના માતા-પિતાને જેલમાં પૂરી દેવાય છે. યુએચઆરપી અનુસાર કોઈ પણ ઉઈગર છોકરી હાન છોકરા સાથે લગ્નનો વિરોધ કરવાની સ્થિતિમાં નથી.

જિનપિંગના તાજેતરમાં ફરીથી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે ચૂંટાયા બાદ શિનજિયાંગ પ્રાંતમાં 100 હાન યુવાઓ અને ઉઈગર છોકરીઓના લગ્ન કરાવાયા છે. આ લગ્ન કમ્યુનિસ્ટ પદાધિકારીઓની હાજરીમાં થાય છે.

હાન-ઉઈગર લગ્ન માટે 4.5 લાખ રૂ. અપાય છે
હાન છોકરાને ઉઈગર છોકરી સાથે લગ્ન કરવા પર લગભગ સાડા 4 લાખ રૂપિયા અપાય છે. આ રીતે આંતરજાતિય લગ્ન કરવા પર દંપતીને મફત ઘર, મેડિકલ સુવિધા અને અન્ય પ્રકારના વિશેષ ભથ્થાં પણ અપાય છે. પણ આ ભથ્થાં હાન છોકરાના નામે જ ઈશ્યૂ થાય છે.

જિનપિંગનો વન નેશન, વન ફેમિલી પ્રોજેક્ટ
હાન યુવા તથા ઉઈગર છોકરીઓ વચ્ચે આ આંતરજાતિય લગ્ન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના વન નેશન, વન ફેમિલી પ્રોજેક્ટનો હિસ્સો છે. તે માને છે કે આ રીતે આંતરજાતિય લગ્નથી ઉઈગર મુસ્લિમોના વિરોધને પશ્ચિમ શિનજિયાંગ પ્રાંતમાં દબાવી શકાશે.

85 શહેરોમાં લૉકડાઉનના અણસાર, રાષ્ટ્રપતિ જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ એક તરફ શિનજિયાંગમા ઉઈગર મુસ્લિમો પર દમન કરી રહ્યા છે તો બીજી બાજુ તેમની ઝીરો કોવિડ નીતિ બાકીના પ્રાંતોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. કોરોનાના કેસ થંભી રહ્યા નથી. બેજિંગ, ગ્વાંગ્ઝુ અને જોંગક્વિંગમાં રોજ લગભગ 24 હજાર નવા કેસ મળી રહ્યા છે. ચીનના 85 શહેરોમાં ફરી લૉકડાઉનના અણસાર છે. 65 કરોડની વસતી ફરી લૉકડાઉનમાં ઘેરાઈ શકે છે. સવા કરોડની વસતી ધરાવતા જોંગક્વિંગમાં લોકોનું ઘરેથી બહાર જવું લગભગ 91 ટકા ઘટી ગયું છે. સૂત્રો મુજબ જો કોરોનાના કેસમાં ઘટાડો નહીં થાય તો લોકોમાં અસંતોષ વધી શકે છે. ગ્વાંગ્ઝુમાં લૉકડાઉન જેવી સ્થિતિને કારણે લોકોએ ભારે વિરોધ કર્યો હતો. જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. અનેક વાહનોને આગચંપી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...