• Gujarati News
  • International
  • For The First Time To Climb Mount Everest, A Team Of 9 Blacks, Including A Teacher engineer, Collects Contributions And Trains.

ભાસ્કર વિશેષ:માઉન્ટ એવરેસ્ટ સર કરવા પહેલીવાર 9 અશ્વેતની ટીમ, જેમાં ટીચર-એન્જિનિયર સામેલ, ફાળો એકઠો કરી ટ્રેનિંગ લે છે

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 10 હજાર પર્વતારોહકમાંથી 8 જ સર કરી શક્યા છે

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું દરેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે. 1953થી અત્યાર સુધીમાં અંદાજે 10 હજાર પર્વતારોહક એવરેસ્ટ સર કરી ચૂક્યા છે પણ તેમાંથી માત્ર 8 જ અશ્વેત છે ત્યારે અમેરિકાનાં વિવિધ શહેરોમાં રહેતા સાહસપ્રિય લોકોએ એવરેસ્ટ સર કરવા એક ગ્રૂપ બનાવ્યું છે, જેમાં ટીચર, એન્જિનિયર, માજી સૈનિક અને ફોટોગ્રાફર પણ સામેલ છે.

ગ્રૂપનું નામ ‘ફુલ સર્કલ’ રાખ્યું છે. ગ્રૂપના સભ્યોનું માનવું છે કે એવરેસ્ટનો સદીઓ જૂનો ઇતિહાસ છે પણ તેને સર કરનારા લગભગ મોટા ભાગના પર્વતારોહકો બિનઅશ્વેત જ રહ્યા છે. તેથી ‘ફુલ સર્કલ’ના સભ્યોએ દુનિયાને બતાવી દેવાનો નિર્ધાર કર્યો છે કે અશ્વેતો પણ કોઇનાથી ઉતરતા નથી. તેઓ પણ દૃઢનિશ્ચય કરી લે તો દરેક અવરોધને પાર કરી શકે છે.

ગ્રૂપના કેપ્ટન 58 વર્ષના ફિલિપ હેન્ડરસને જણાવ્યું કે બધા સભ્યોએ ટ્રેનિંગ માટે ફાળો એકત્રિત કર્યો. ક્રાઉડ ફન્ડિંગ દ્વારા 1.12 કરોડ રૂ. ભેગા કરાયા. આ ફંડ દ્વારા ગ્રૂપના બધા સભ્યો અમેરિકામાં જ ટ્રેનિંગ લઇ રહ્યા છે અને આ વર્ષે એપ્રિલમાં એવરેસ્ટ સર કરવાનું શરૂ કરશે. ગ્રૂપમાં સામેલ એથ્લીટ મનોઆ અનુનું કહેવું છે કે એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તેને સર કરીને અમે જણાવવા માગીએ છીએ કે અશ્વેતો પણ વિશ્વમાં ઊંચાઇઓ પર જઇ શકે છે. પર્વતારોહણનાં સાધનસરંજામ માટે ગ્રૂપને ઘણી કંપનીઓ તરફથી સ્પોન્સરશિપ પણ મળી ચૂકી છે.

એક જ લક્ષ્ય- દુનિયાને બતાવવું છે કે અમે પણ કમ નથી
ગ્રૂપના સભ્ય ડેમંડ મુલિન્સનું કહેવું છે કે અમારું લક્ષ્ય વિશ્વને એ જણાવવાનું છે કે અશ્વેતો કોઇનાથી કમ નથી. અમારે ઘણીવાર એવા મહેણાં સાંભળવા પડે છે કે એવરેસ્ટ સર કરવું અશ્વેતોના ગજા બહારની વાત છે. તેથી અમે એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...