તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • For The First Time Since January, Cases Of Covid Transition In Britain Have Crossed 40,000; 50% Of Adults Who Have Been Vaccinated Are Also Infected With Corona

બ્રિટનમાં કોરોના પીક પર:બ્રિટનમાં છ મહિના પછી સૌથી વધારે 42 હજાર કેસ નોંધાયા; વેક્સિન લઈ ચૂકેલા 50% પુખ્ત વયના લોકો પણ સંક્રમિત

લંડન18 દિવસ પહેલા
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણના 42 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
  • ઈન્ડોનેશિયામાં પણ ડેલ્ટા વેરિયન્ટનો કહેર, એક દિવસમાં 54 હજાર સંક્રમિત
  • બ્રિટનના આરોગ્યમંત્રીએ કહ્યું- મહામારીને અટકાવવા માટે ખૂબ કાળજી રાખવાનો સમય છે

બ્રિટન ફરી એકવાર કોરોનાની ઝપટમાં આવી ગયું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે વેક્સિન લઈ ચૂકેલા પુખ્ત વયના લોકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણના 42,302 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોનાં મોત થયાં છે. બુધવારે આ માહિતી સરકારી ડેટામાંથી મળી છે.

આ 15 જાન્યુઆરીથી સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. 55,761 કેસ નોંધાયા છે. મંગળવારે કોવિડ-19ના 36,660 કેસ નોંધાયા હતા અને 50 દર્દી મૃત્યુ પામ્યા હતા. કેસોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે યુકેના મોટા ભાગનાં ક્ષેત્રોમાં સોમવારથી તમામ લોકડાઉન પ્રતિબંધોને હટાવાઇ રહ્યા છે.

ઈન્ડોનેશિયામાં પણ ડેલ્ટા વાયરસનો કહેર, એક દિવસમાં 54517 કેસ નોંધાયા
કોરોના મહામારીમાં ઈન્ડોનેશિયાની સ્થિતિ પણ વિકટ બની રહી છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 54517 કેસ નોંધાયા છે અને 991 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલાં એક દિવસમાં 40 હજારથી વધારે કેસ નોંધાયા હતા. નવા કેસ પાછળ આરોગ્ય વિભાગે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો છે.

10 દેશો, જ્યાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા

દેશકેસમોત
બ્રાઝિલ+57,664+1,574
ઈન્ડોનેશિયા+54,517+991
બ્રિટન+42,302+49
ભારત+41,854+580
અમેરિકા+41,854+374
સ્પેન+26,390+10
રશિયા+23,827+786
ઈરાન+23,371+184
આર્જેન્ટીના+19,697+610
દ. આફ્રિકા+17,489+453

બ્રિટનમાં મહામારીની ત્રીજી લહેરની પીક આવી ગઈ
બ્રિટનના આરોગ્યમંત્રી સાજિદ જાવિદે જાહેરાત કરી કે બ્રિટનમાં બે તૃતીયાંશ પુખ્ત વયના લોકોને COVID-19 વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે. અમે લગભગ એક અઠવાડિયામાં અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ એક મોટી સિદ્ધિ છે. આગળ આવેલા દરેકનો આભાર. વેક્સિન એ વાયરસ સામેની આપણી ઢાલ છે.

બ્રિટનમાં વેક્સિન અપાયેલા પુખ્ત વયના લોકોમાં 50% કેસ
બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનના સિનિયર વાયરસ ટ્રેકિંગ નિષ્ણાત, પ્રો. ટિમ સ્પેક્ટર કહે છે કે બ્રિટનમાં મહામારીની ત્રીજી લહેરની પીક આવી ગઈ છે. સંક્રમણના કુલ કેસોના 87.2 ટકા હિસ્સો તે પુખ્ત વયના લોકોનો છે, જેમને વેક્સિન મળી ગઈ છે. 6 જુલાઈના રોજ 12,905 એવા લોકોમાં વાયરસ મળ્યો જેમને વેક્સિન આપવામાં આવી હતી. આમાંથી સ્પષ્ટ છે કે 6 જુલાઇના રોજ મળી આવેલા કુલ દર્દીઓમાંથી 50 ટકા એવા લોકોમાં જોવા મળ્યા હતા કે જેમની વેક્સિન આપવામાં આવી હતી.

બ્રિટનમાં જે લોકોએ વેક્સિન લઈ લીધી છે તેમને પણ સંક્રમણ લાગી રહ્યું છે.
બ્રિટનમાં જે લોકોએ વેક્સિન લઈ લીધી છે તેમને પણ સંક્રમણ લાગી રહ્યું છે.

પ્રો. સ્પેક્ટરનું અનુમાન છે કે આવનારા સમયમાં આ ગ્રાફ હજી વધુ વધી શકે છે. પ્રો. સ્પેક્ટરે ચેતવણી આપી છે કે હજુ પણ મહામારીને અટકાવવા માટે ખૂબ કાળજી રાખવાનો સમય છે.

બ્રિટનમાં આવવારા સાત દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે
સાઉથ ટાઇનેસાઇડ કાઉન્સિલના જાહેર આરોગ્ય નિયામક પ્રો. ટોમ હોલ કહે છે કે બ્રિટનમાં આવેલી ત્રીજી તરંગમાં જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તે લોકોમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં આવનારા સાત દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોને અપીલ છે કે તેઓ કોરોના નિયમોનું પાલન કરે, જેથી વાયરસને ફેલાતો રોકી શકાય. નિયમોનું પાલન કરવામાં કોઈપણ પ્રકારની બેદરકારી પરિસ્થિતિને વધુ વણસી શકે છે.

દરરોજ ત્રણ હજાર દર્દી દાખલ થઈ રહ્યા છે
આ અગાઉ 6 જુલાઈએ એક જ દિવસમાં 33 હજાર નવા દર્દીઓ મળી આવ્યા હતા. વેક્સિન ન લીધેલા બ્રિટનના નાગરિકોમાં લક્ષણવાળા સંક્રમણમાં 2.4ટકાનો ઘટાડો થયો છે.

5 જુલાઈએ 20,973 દર્દી મળી આવ્યા હતા, જે 6 જુલાઈએ ઘટીને 20,487 પર આવી ગયા હતા. નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી સમયમાં દરરોજ ત્રણ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહેશે, જે મુશ્કેલીઓ ઊભી કરશે.