તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં પ્રથમવાર કોરોનાના ‘ડબલ ઈન્ફેક્શન’ના કેસ જોવા મળ્યા છે. બ્રાઝિલના દર્દીઓની તપાસમાં જોવા મળ્યું કે બે કોરોના દર્દી એકસાથે બે કોરોના વેરિઅન્ટથી સંક્રમિત હતા. બ્રાઝિલની ફિવેલ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાથી સંક્રમિત 90 દર્દીનાં સેમ્પલનો અભ્યાસ કર્યો હતો, જે દરમિયાન આ રિઝલ્ટ મળ્યું.
બ્રાઝિલમાં ઝડપભેર ફેલાઈ રહ્યા છે એકથી વધુ કોરોના વેરિઅન્ટ
અહેવાલો અનુસાર, જે બે લોકોમાં ડબલ ઈન્ફેક્શનની જાણકારી મળી તેમનાં સેમ્પલ ઉત્તરીય બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો સુલથી લેવામાં આવ્યા હતા. પ્રથમ દર્દી, બે બ્રાઝિલિયન કોરોના વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા. આ વેરિઅન્ટને P.1 અને P.2 નામ આપવામાં આવ્યાં છે.
કોરોના વાઇરસના P.1 અને P.2 વેરિઅન્ટ બ્રાઝિલના જ અલગ-અલગ રાજ્યોમાં પ્રથમવાર જોવા મળ્યા હતા. P.1 વેરિઅન્ટને લઈને વધુ ચિંતા દર્શાવાઈ રહી છે, કેમ કે એવું સમજવામાં આવે છે કે વેક્સિનની અસર આ વેરિઅન્ટ પર ઓછી થઈ શકે છે.
એકસાથે બે કોરોના વેરિઅન્ટથી સંક્રમણ થવું શક્યઃ નિષ્ણાતો
ડબલ ઈન્ફેક્શનનો શિકાર બનેલા બીજા દર્દીમાં P.2 અને B.1.91 વેરિઅન્ટ એકસાથે જોવા મળ્યા. B.1.91 વેરિઅન્ટ પ્રથમવાર સ્વીડનમાં મળી આવ્યો હતો. બ્રાઝિલના વિજ્ઞાનીઓની આ શોધને સ્વતંત્ર રીતે સમર્થન હજુ મળ્યું નથી, પરંતુ દુનિયાના અનેક નિષ્ણાતોએ કહ્યું છે કે એકસાથે બે વેરિઅન્ટથી દર્દી સંક્રમિત થાય એ શક્ય છે.
બે કોરોના વેરિઅન્ટ શરીરમાં જેનેટિક કોડની અદલાબદલી શક્ય
લંડનમાં ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યૂટના વર્લ્ડવાઈડ ઈન્ફ્લૂએન્ઝા સેન્ટરના ડિરેક્ટર ડો. જોન મેક્કુલેએ આ વાતને સમર્થન આપ્યું છે કે એક જ સમયમાં દર્દી બે સ્ટ્રેનથી સંક્રમિત થઈ શકે છે. આવું ફ્લૂમાં પણ શક્ય હોય છે. તેમણે ચેતવણી આપી છે કે જૈવિક રીતે એ પણ સંભવ છે કે બંને કોરોના વેરિઅન્ટ દર્દીના શરીરમાં એકબીજા સાથે ટકરાય અને જેનેટિક કોડની અદલાબદલી પણ કરે.
હાલ બ્રાઝિલની ફિવેલ યુનિવર્સિટીના અભ્યાસને કોઈ જર્નલમાં પ્રકાશિત કરાયો નથી અને અન્ય કોઈ વિજ્ઞાનીઓએ એનો રિવ્યૂ પણ કર્યો નથી, પરંતુ મુખ્ય સંશોધક ફર્નાન્ડો સ્પિલકીએ ડર વ્યક્ત કર્યો કે કો-ઈન્ફેક્શન (એકસાથે અનેક ચેપ)થી નવો કોરોના વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.
કોરોનાથી બ્રાઝિલમાં મૃત્યુદર વધી રહ્યો છે
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ વિજ્ઞાનીએ નામ ન આપવાની શરતે એમ પણ કહ્યું છે કે એ શક્ય છે કે બ્રાઝિલના વિજ્ઞાનીઓએ સિક્વન્સિંગ દરમિયાન સેમ્પલને ભૂલથી એકબીજા સાથે મેળવી દીધા હોય, જેને કારણે ખોટું રિઝલ્ટ આવ્યું હોય. બ્રાઝિલમાં અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને લગભગ દરરોજ 1000 લોકોનાં મોત થઈ રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.