થ્રીડી પ્રિન્ટેડ ટેકનિકથી સારવાર:USમાં પહેલીવાર દર્દીને કોશિકાથી બનેલો થ્રીડી પ્રિન્ટેડ કાન લગાવાયો

ન્યુયોર્ક23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાન વગરની એક મહિલા દર્દીની અનોખી સારવાર

અમેરિકામાં ડૉક્ટરોએ એક મહિલા દર્દીમાં 3-ડી પ્રિન્ટેડ ટેક્નિકથી બનેલા કાનનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તેની વિશેષતા એ છે કે તેને મહિલા દર્દીની કોશિકાઓથી જ વિકસિત કરાયો હતો. ન્યુયોર્કના ક્વિન્સની બાયોટેક કંપની 3ડીબાયો થિરેપ્યૂટિક્સે કહ્યું કે તેણે પહેલીવાર 3-ડી પ્રિન્ટિંગનો ઉપયોગ કોઈ દર્દીની પોતાની કોશિકાઓ સાથે શરીરનો હિસ્સો બનાવવા માટે કર્યો હતો. 20 વર્ષીય એલેક્સાનો જમણો કાન નહીંવત પ્રમાણમાં હતો. હવે તેના કાન સામાન્ય કાનની જેમ દેખાશે. તેની સર્જરી માઈક્રોશિયા-કોન્જેનિટલ ઈયર ઈન્સ્ટિટ્યૂટમાં કરાઈ હતી. 3ડીબાયો થિરેપ્યૂટિક્સે કહ્યું કે આ કાન દર્દીના ડાબા કાન જેવો છે અને આગામી અમુક મહિનામાં બંને કાનમાં કોઇ અંતર નહીં દેખાય છે. આ 3-ડી પ્રિન્ટેડ કાન માર્ચમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...