તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • For The First Time In Britain, The Hearts Of The Dead Were Resuscitated By Machine And Transplanted Into 6 Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં એક ડગલું આગળ:બ્રિટનમાં પહેલીવાર મૃતકોના હૃદયને મશીનથી જીવિત કરી 6 બ્રેનડેડ બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં, સફળ સર્જરી

લંડન5 દિવસ પહેલા
NHS ડોક્ટરે ઓર્ગન કેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુની સ્પષ્ટતા થતાં ડોનરના હૃદયને કાઢીને આ મશીનમાં રાખીને 12 કલાક સુધી તપાસવામાં આવશે અને ત્યાર બાદ એને ટ્રાન્સપ્લાન્ટ કરાશે. - Divya Bhaskar
NHS ડોક્ટરે ઓર્ગન કેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુની સ્પષ્ટતા થતાં ડોનરના હૃદયને કાઢીને આ મશીનમાં રાખીને 12 કલાક સુધી તપાસવામાં આવશે અને ત્યાર બાદ એને ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
 • બ્રિટનમાં મૃત વ્યક્તિના હૃદયને ફરી ધબકતું કરતું મશીન બનાવાયું

બ્રિટનના ડોક્ટરોએ પહેલીવાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું, એટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓનાં હતાં. અત્યારસુધીમાં 6 બાળકમાં આવાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલાં માત્ર એવી વ્યક્તિઓનાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું કે જેઓ બ્રેનડેડ જાહેર થયા હતા.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નિકમાં એક ડગલું આગળ વધ્યા છે. કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગેનકેર મશીન દ્વારા મૃતક વ્યક્તિઓનાં હૃદયને જીવિત કરી એક નહીં, 6 બાળકોનાં શરીરમાં ધબકારા લાવી દીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.

એનએચએસના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ટેક્નિકથી 12થી 16 વર્ષનાં 6 એવાં બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે એની રાહ જોઈ રહ્યાં હતાં, એટલે કે લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

હું વધુ શક્તિશાળી થઈ, પહાડ ચઢી શકું છું: ફ્રેયા
આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું એમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (14 વર્ષ) અને વોરસેસ્ટરની એના હેડલી (16 વર્ષ)નો સમાવેશ થાય છે. તે કહે છે કે તે હવે પહેલાંની જેમ હોકી રમી શકે છે. તેણે આગળ કહ્યું હતું તે હવે વધુ શક્તિશાળી થઈ છે અને પહાડ પર પણ ચઢી શકે છે.

ઓર્ગનકેર સિસ્ટમ: મશીનમાં ડોનરના હૃદયને 24 કલાક રાખી જીવિત કરી શકાય છે
એનએચએસના ડોક્ટરોએ ઓર્ગનકેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુ થયું હોવાનું જણાતાં ડોનરના હૃદયને તરત કાઢીને આ મશીનમાં મૂકી 12 કલાક તપાસવામાં આવે છે અને ત્યાર પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. ડોનર દ્વારા મળેલા હૃદયને જે દર્દીના શરીરમાં મૂકવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્ત્વ અને એ ગ્રુપનું બ્લડ આ મશીનમાં રાખી હૃદયમાં 24 કલાક સુધી તેને પ્રવાહિત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો