થાઇલેન્ડ ન્યૂ નોર્મલના માર્ગે:બેંગકોકમાં પહેલીવાર સ્કૂલ સ્ટુડન્ટ્સને વેક્સિન, 36 લાખ સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવ્યું

બેંગકોક9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 લાખ બાળકો વેક્સિન લેવા યોગ્ય છે થાઇલેન્ડમાં
  • 36 લાખ બાળકોએ જાતે રજિસ્ટ્રેશન કરાવ્યું

થાઇલેન્ડ ન્યૂ નોર્મલના માર્ગે છે. તેણે વિદેશી પર્યટકો માટે પોતાનાં પર્યટન સ્થળો ખોલવાનું શરૂ કરી દીધું છે. સાથે જ નવેમ્બરથી દેશની તમામ સ્કૂલ્સ ખોલવાનો પણ નિર્ણય લેવાયો છે. તેથી અહીં પહેલીવાર 12થી 17 વર્ષના સ્ટુડન્ટ્સનું માસ વેક્સિનેશન કરાઇ રહ્યું છે.

7 કરોડની વસતીવાળા થાઇલેન્ડમાં 2.43 કરોડ લોકો (34.8% વસતી)ને વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યા છે પણ થાઇલેન્ડ વેક્સિનેશન રેટ વધારવા ઇચ્છે છે. તેથી તેણે હાઇસ્કૂલ સ્ટુડન્ટ્સને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. તેમને ફાઇઝરની વેક્સિન અપાઇ રહી છે.

નવેમ્બરથી સ્કૂલ્સ ખૂલશે
બેંગકોકના ગવર્નર અશ્વિન ક્વાનમુઆંગે શુક્રવારે કહ્યું કે ઓક્ટોબરના અંત સુધીમાં દેશમાં કોરોનાના કેસ ઘણા ઘટી જશે. તેને ધ્યાનમાં રાખીને દેશના તમામ પર્યટન સ્થળો તથા નવેમ્બરથી તમામ સ્કૂલ્સ ખોલવાનો નિર્ણય લેવાયો છે. આશા છે કે બાળકો ફરી સ્કૂલે જઇ શકશે. કોરોનાનો ફેલાવો રોકવા અને બાળકોને સુરક્ષિત રાખવા તેમનું વેક્સિનેશન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...