તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકા-ચીન ઘર્ષણ:60 વર્ષમાં પહેલી વાર તિબેટના પ્રમુખ સાથે અમેરિકાની બેઠક, ચીન ગિન્નાયું

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંગેયએ કહ્યું- અમારા માટે આ મુલાકાત ઐતિહાસિક પહેલ છે.
  • તિબેટની બાબતો માટે ખાસ અમેરિકી સંયોજક નિયુક્ત
  • ચીને કહ્યું- અમેરિકા તિબેટને હાથો બનાવીને નિશાન સાધી રહ્યું છે

અમેરિકાએ હવે તિબેટના માધ્યમથી ચીનને પાઠ ભણાવવાની યોજના ઘડી છે. તેણે પહેલાં તિબેટના પ્રશ્નોને પહોંચી વળવા વહીવટી અધિકારી રોબર્ટ ડેસ્ટ્રોને વિશેષ સંયોજક નીમ્યા. તેના 24 કલાક બાદ તિબેટની બહિષ્કૃત સરકારના પ્રમુખ લોબસાંગ સાંગેયએ ડેસ્ટ્રો સાથે મુલાકાત કરી. 60 વર્ષમાં આ પહેલી વાર અમેરિકાએ તિબેટની બહિષ્કૃત સરકારના પ્રમુખને આમંત્રણ આપીને તેમની સાથે બેઠક કરી. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બુધવારે ડેસ્ટ્રોને તિબેટની બાબતોના વિશેષ સંયોજક નીમ્યા હતા. પોમ્પિઓએ કહ્યું કે ડેસ્ટ્રો ચીન સરકાર અને દલાઇ લામા વચ્ચે સંવાદ આગળ વધારવાના અમેરિકી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમારો હેતુ તિબેટની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખનું રક્ષણ કરવાનો છે.

સાંગેય-ડેસ્ટ્રો મુલાકાત
સાંગેયએ ડેસ્ટ્રો સાથે મુલાકાત બાદ કહ્યું કે, ‘અમારા માટે આ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પળ છે.’ ડેસ્ટ્રોએ કહ્યું કે મુલાકાત ઘણી હકારાત્મક રહી. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે અમેરિકા તિબેટને હાથો બનાવીને અમને ટારગેટ કરવાનું બંધ કરે.

સખ્તાઇ: ટ્રમ્પે કહ્યું- અમારા તંત્રએ ચીન પર સૌથી વધુ અંકુશ લગાવ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કેરોલિનામાં એક કાર્યક્રમમાં ચીન સામે આકરું વલણ દાખવ્યું. તેમણે દાવો કર્યો કે હાલનું અમેરિકી તંત્ર ચીન પર જે પ્રકારના અંકુશ લાદી રહ્યું છે તેવા અંકુશ ક્યારેય કોઇએ નથી લાદયા. ચીન અાપણા નાગરિકોની રોજગારી છીનવી રહ્યું હતું. તેથી અમે તેની સામે કાર્યવાહી કરી રહ્યા છીએ.

હતાશા: હોંગકોંગના આંદોલનકારીઓને કેનેડામાં શરણ, ચીને કહ્યું- રોકો
કેનેડામાં હોંગકોંગના આંદોલનકારીઓને શરણ આપવા મુદ્દે પણ ચીન નારાજ છે. કેનેડામાં ચીનના રાજદૂત કોંગ પિયૂએ કહ્યું કે કેનેડા હોંગકોંગના પ્રદર્શનકારીઓને શરણ ન આપે. તેઓ હિંસક અપરાધી છે. તેમને શરણ આપવું ચીનની અાંતરિક બાબતોમાં દખલ મનાશે. હોંગકોંગમાં કેનેડાનો પાસપોર્ટ ધરાવતા 3 લાખથી વધુ લોકો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો