રિસર્ચ:પહેલીવાર અમેરિકા ભવિષ્યમાં આપઘાત કરવા ગન ખરીદતા લોકોની મશીન લર્નિંગથી ઓળખ કરી શકશે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યાના જોખમની 41 પરિસ્થિતિ નક્કી કરીને અલ્ગોરિધમ તૈયાર કરાયું

પહેલીવાર અમેરિકામાં મશીન લર્નિંગ પ્રોગ્રામ દ્વારા એવા ગન ખરીદદારોની ઓળખ થશે કે જેઓ આત્મહત્યાના હાઇ રિસ્ક સામે ઝઝૂમી રહ્યા છે કે ભવિષ્યમાં આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે.

જામા નેટવર્ક ઓપન નામના મેગેઝિનમાં પ્રકાશિત અભ્યાસથી જાણવા મળે છે કે ગન ખરીદનારાઓની આત્મહત્યાની ભવિષ્યવાણી કરતા અલ્ગોરિધમ દ્વારા ઓળખ કરી શકાય છે. કેલિફોર્નિયા યુનિ.ની ડેવિસ હેલ્થના મુખ્ય લેખક હન્ના એસ. લાક્યૂરના જણાવ્યાનુસાર આત્મહત્યાનું વધુ જોખમ ધરાવતા લોકો સુધી બંદૂકની પહોંચ મર્યાદિત કરીને જીવન બચાવવાની મહત્વની તક મળશે. અભ્યાસ માટે ટીમે કેલિફોર્નિયા ડીલર રેકોર્ડ ઓફ સેલ ડેટાબેઝથી લગભગ 5 કરોડ ગન ટ્રાન્ઝેક્શન્સના ડેટાનું વિશ્લેષણ કર્યું.

1996થી 2015 સુધીના 2 કરોડ ગન ખરીદદારોનો ડેટા પણ સામેલ છે. તેમણે 1996 અને 2016 દરમિયાન કેલિફોર્નિયાના મોતના રેકોર્ડમાં બંદૂકથી આત્મહત્યાના આંકડા તપાસ્યા. ટીમે ટ્રાન્ઝેક્શન ડેટાથી 41 પ્રિડિક્ટર વેરિએબલ્સ નક્કી કરીને અલ્ગોરિધમ તૈયાર કર્યું. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું હતું કે ગન ખરીદી બાદ લોકોમાં આત્મહત્યા કરવાના લક્ષણ આવે છે. ઉંમર, પહેલીવાર બંદૂક ખરીદવી, ગન ડીલર સાથે રહેવું અને રંગ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને અલ્ગોરિધમ તૈયાર કરાયું છે.

અમેરિકામાં ગન કલ્ચરને કારણે આપઘાત વધ્યા
અમેરિકામાં આત્મહત્યાના વધતા કેસો માટે ત્યાંના ગન કલ્ચરને જવાબદાર ગણાવાઇ રહ્યું છે. 2020ના આંકડાથી માલૂમ પડ્યું કે અમેરિકામાં અંદાજે 48 હજાર લોકોએ આત્મહત્યા કરી, જેમાંથી 24 હજાર લોકોએ બંદૂકથી આત્મહત્યા કરવાનું પસંદ કર્યું.

અન્ય સમાચારો પણ છે...