ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલ હિજાબ વિરોધી વિરોધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત વિરોધ પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય 5 લોકોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
તેહરાન કોર્ટે ચૂકાદો સંભળાવતા વ્યક્તિને સજા ફટકારી છે, તેના પર સરકારી ઈમારતોમાં આગ લગાવવાના, રમખાણો ભડકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાના આરોપસર સામે ષડયંત્ર રચવાના આરોપો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોને સજા સંભળાવવામાં આવી છે તેઓ કોર્ટમાં પડકારી શકે છે.
ત્રણ પ્રાંતના 750 લોકો સામે આરોપ
માહિતી અનુસાર, રવિવારે પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ત્રણ પ્રાંતના 750 થી વધુ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં તેની શરૂઆત થઈ ત્યારથી રાજધાની તેહરાનમાં 2,000 થી વધુ લોકો પર આરોપ લગાવવામાં આવ્યા છે.
દક્ષિણ પ્રાંત હોર્મોઝગનના ન્યાયિક વડા મોજતબા ઘરેમાનીએ જણાવ્યું હતું કે તાજેતરના રમખાણો પછી 164 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમના પર હત્યા માટે ઉશ્કેરણી, સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા, શાસન વિરુદ્ધ પ્રચાર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા.
ક્યારે અને કયા કારણોસર હિજાબનો વિવાદ શરૂ થયો
16 સપ્ટેમ્બરે, પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુ બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખરેખર, 13 સપ્ટેમ્બરના રોજ તે તેના પરિવારને મળવા તેહરાન આવી હતી. તેણે હિજાબ પહેર્યો ન હતો. પોલીસે તરત જ મહસાની ધરપકડ કરી હતી. ધરપકડના 3 દિવસ પછી તે મૃત્યુ પામી હતી.
અમીનીના મૃત્યુનું કારણ માથામાં થયેલી ઈજાને કારણે જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેને પહેલાથી કોઈ બીમારી નહોતી. મહસાના પોલીસ સ્ટેશન પહોંચવા અને હોસ્પિટલ જવા વચ્ચે શું થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. ત્યારથી આ મામલો ચર્ચામાં આવ્યો હતો અને લોકો તેનો વિરોધ કરવા લાગ્યા.
દાવો- પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની હત્યા કરી
મહસા અમીની જેવા ઘણા લોકો સાથે આવું થયું. હિજાબના વિરોધમાં ભાગ લેવા બદલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની હત્યા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા.
બીજી તરફ મહસા અમીનીના કેસમાં પોલીસે કહ્યું કે પોલીસે મહસાને માર માર્યો નથી. 13 સપ્ટેમ્બરના રોજ ઘણી છોકરીઓ ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક અમીની હતી. પોલીસ સ્ટેશન લઈ જતાં જ તે બેભાન થઈ ગઈ હતી.
પ્રદર્શનને દબાવી દેવા માટે 250થી વધુની ધરપકડ
પોલીસે કુર્દિશ વસ્તીવાળા શહેરોમાં 250 થી વધુ લોકોની ધરપકડ પણ કરી હતી. સુરક્ષા દળો પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પણ આ ઓપરેશનમાં સામેલ છે.
એક કુર્દિશ કાર્યકર્તાએ કહ્યું કે સુરક્ષા દળો કુર્દ માટે કામ કરતા લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ હોવા છતાં, ત્યાંના લોકોનું કહેવું હતું કે જ્યાં સુધી મહસાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે. આ પછી પ્રદર્શનની સ્થિતિ વધુ વિકટ બની, અહીં તોફાનો પણ ફાટી નીકળ્યા હતા.
વિરોધમાં મહિલાઓ પોતાના વાળ કાપે છે, હિજાબ સળગાવે છે
મહસા અમીનીના મૃત્યુ અને હિજાબ ફરજિયાત હોવાના વિરોધમાં ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં, હિજાબ પણ સળગાવી દીધો હતો. આના સમર્થનમાં એક મહિલા પત્રકારે વીડિયો સાથે લખ્યું- ઈરાનની મહિલાઓ 22 વર્ષ પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુનો વિરોધ કરી રહી છે અને હિજાબ પહેરવાને ફરજિયાત કરવા સામે પોતાના વાળ કાપીને અને હિજાબ સળગાવીને વિરોધ કરી રહી છે.
ઈરાનમાં હિજાબ વિરોધ સબંધીત અનેય સમાચાર પણ વાંચો...
જન્મદિવસના એક દિવસ પહેલાં હત્યા:શાહિદી ઈરાનનો સેલિબ્રિટી શેફ હતો, હિજાબના વિરોધમાં મોતને ભેટ્યો
ઈરાનનો ફેમસ શેફ મહરશાદ શાહિદીની હત્યા કરવામાં આવી છે. શાહિદી દેશમાં ચાલી રહેલા હિજાબવિરોધી પ્રદર્શનનો એક મહત્ત્વપૂર્ણ ચહેરો બની ગયો હતો. આ કારણે સરકાર અને મોરલ પોલીસ તેના પર ખૂબ નારાજ હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 19 વર્ષના શાહિદીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે હિજાબનો વિરોધ કરી રહ્યો હતો.
એન્ટી હિજાબ કેમ્પન પણ ચાલી રહ્યું છે
ઈરાનના એવા દેશોમાંથી એક છે, જ્યાં ઈસ્લામિક હિજાબ પહેરવો ફરજિયાત છે. ઈરાની મહિલાઓએ સમગ્ર દેશમાં એન્ટી હિજાબ કેમ્પેન શરૂ કરી હિજાબ વગરનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આમ કરીને મહિલાઓએ ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના કડક હિજાબ નિયમો તોડ્યા હતા. આ માટે સોશિયલ મીડિયા પર No2 Hijab હેશટેગ પણ ચલાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.