• Gujarati News
  • International
  • Flying Plane Catches Fire In Russia, Creating Horrific Scenes Like Fireballs Falling To The Ground Like Toys

રશિયા:રશિયામાં ઉડતાં વિમાનમાં આગ લાગી, રમકડાંની જેમ જમીન પર પડતાં આગના ગોળા જેવા ભયાનક દૃશ્યો સર્જાયા

3 મહિનો પહેલા

રશિયામાં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અહીં મોસ્કો શહેર નજીક ફ્લાઈટ ટેસ્ટ વખતે વિમાનમાં અચાનક જ આગ લાગી અને ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મિલિટ્રી વિમાને ટેક ઓફ કર્યા પછીની ગણતરીની મિનિટોમાં જ તેમાં આગ લાગે છે. પાંખિયામાં લાગેલી આગ વિકરાળ બને છે અને જોતજોતામાં આખું વિમાન ભડભડ સળગવા લાગે છે. વિમાનમાં આગ લાગતાં પાઈલટ લેન્ડિંગ કરાવે છે. જો કે, શાર્પ કટ લે એ પહેલાં જ વિમાન રમકડાંની જેમ ઊંધે માથે જમીન પર ખાબકે છે, અને આગના ગોળો બની જાય છે. ક્રેશ થતાંની સાથે જ આકાશમાં ઘુમાડાના ગોટેગોટા ઊડે છે. મહત્ત્વનું છે કે, દુર્ઘટનાગ્રસ્ત IL-112V વિમાનમાં બે પાઈલટ સહિત 3 ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન બનાવતી કંપનીએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ જાનહાનિ અંગે કોઈ માહિતી આપી નથી.

અન્ય સમાચારો પણ છે...