તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Flu Injected Instead Of Contraceptive, Woman Becomes Pregnant, Gives Birth To Paralyzed Baby, Compensation Of Rs 74 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગર્ભનિરોધકની જગ્યાએ ફ્લૂનું ઇન્જેક્શન આપ્યું, મહિલા ગર્ભવતી થઇ, દિવ્યાંગ બાળકીને જન્મ આપ્યો, 74 કરોડ રૂપિયાનું વળતર

સિએટલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના સિએટલની ઘટના, કોર્ટે નર્સની ભૂલ માટે સરકારને જવાબદાર ઠેરવી
  • મહિલા 2011માં સરકારી ક્લિનિકમાં સારવાર માટે ગઇ હતી

અમેરિકાના સિએટલની કોર્ટે એક દિવ્યાંગ બાળકીના પરિવારને 1 કરોડ ડોલર (અંદાજે 74 કરોડ રૂ.)નું વળતર આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. 9 વર્ષ અગાઉ બાળકીની માતા હોસ્પિટલમાં ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા ગઇ હતી પણ નર્સે ફ્લૂનું ઇન્જેક્શન આપી દીધું. પછી મહિલા ગર્ભવતી થઇ અને તેણે દિવ્યાંગ બાળકીને જન્મ આપ્યો. જજે કહ્યું કે ખોટા ઇન્જેક્શનના કારણે બાળકી જન્મી હોવાથી પરિવાર વળતર માટે હકદાર છે.

1 કરોડ ડોલરમાંથી 75 લાખ ડોલર (અંદાજે 55 કરોડ રૂ.) બાળકીને અપાશે જ્યારે 25 લાખ ડોલર (અંદાજે 18 કરોડ રૂ.) બાળકીના માતા-પિતાને અપાશે. જજે કહ્યું કે બાળકીને સારવાર, ભણતર તથા અન્ય ખર્ચ માટે પૈસા અપાઇ રહ્યા છે. બાળકીની માતા યેસેનિઆ પચેકો 16 વર્ષની ઉંમરે રેફ્યૂજી તરીકે અલ સાલ્વાડોરથી અમેરિકા આવી હતી. તે બે બાળકની માતા બની અને ત્રીજું બાળક નહોતી ઇચ્છતી. તેથી તે ગર્ભનિરોધક ઇન્જેક્શન નિયમિતપણે લેતી હતી.

2011માં તે દર 3 મહિને અપાતું ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા નજીકના હેલ્થકેર ક્લીનિકમાં ગઇ હતી પણ ત્યાં નર્સે તેને ખોટું ઇન્જેક્શન આપી દીધું. જજે નર્સની ભૂલ માટે ફેડરલ સરકારને જવાબદાર ઠેરવી 1 કરોડ ડોલર વળતર ચૂકવવા આદેશ કર્યો. સરકારી વકીલે કહ્યું કે, અમે બાળકીની દિવ્યાંગતાનું સ્તર જાણવા ઇચ્છતા હતા. અમે ચુકાદો સ્વીકારીએ છીએ અને બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ.

બાળકીના પરિવારને 5 વર્ષ લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળ્યો
યેસેનિયાએ અંદાજે 5 વર્ષ સુધી કાનૂની લડત આપી ત્યારે ન્યાય મળ્યો. યેસેનિયા જણાવે છે કે ત્યારે ગર્ભ રહેવાથી જે બાળકી જન્મી તે ગંભીર રીતે દિવ્યાંગ હતી. તેની સારવાર પાછ‌ળ પરિવારે દર મહિને મોટી રકમ ખર્ચવી પડે છે. પીએમજી નામની જન્મજાત બીમારીથી પીડિત બાળકી હાલ 8 વર્ષની છે અને ત્રીજા ધોરણમાં ભણે છે. બીમારીના કારણે તે બરાબર રીતે બોલી નથી શકતી. વાઇ તથા દ્રષ્ટિ સંબંધી સમસ્યાથી પણ પીડિત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો