મે મહિનાની આગઝરતી ગરમીમાં વહેતું આ ઝરણું બાંસવાડા નજીકના આનંદ સાગર ક્ષેત્રમાં છે. એને ઉનાળાનું ઝરણું એટલા માટે કહે છે કે તે મે-જૂનમાં જ વહે છે. 40 દિવસ વહેતું આ ઝરણું શહેરની તરસ છીપાવતો કાગદી પિકઅપ વેર ડેમ ભરે છે. ડેમ ભરવા જ આ ઝરણું શરૂ થાય છે. સૌપ્રથમ વીજળીઘરમાંથી પાણી છોડાય છે, જ્યાંથી વાઇ તાલાબ થઇને પાણી કાગદી પિકઅપ વેર ડેમમાં પહોંચે છે.
આ વેનિસ નહીં ‘એમેઝોન વેનિસ’ છે
વેનિસની ગલીઓમાં બોટથી સફર કરવાની એક અલગ મોજ હોય છે, પરંતુ બધે એવું નથી હોતું. બ્રાઝિલના અમાનામાં નદીમાં પૂર આવે એટલે સમગ્ર અમાના શહેરમાં પૂરના પાણી ફરી વળે છે. પૂર એટલું હોય છે કે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, જેનાથી બચવા લોકો પોતાના ઘરોને શક્ય એટલા ઊંચા બનાવે છે. એટલું જ નહીં, પૂરના સમયમાં બાઈક જેવાં વાહનો પણ ઘરની છત પર રાખવામાં આવે છે. જ્યારે અવરજવર માટે બોટ સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. લાંબા સમય સુધી લોકોએ આવી હાડમારીમાં જીવવાનો વારો આવે છે.
લક્ઝરી મિની યાટની મોજ માણો
ઈટાલીની વોટર મોબોલિટી કંપની લજ્જારી ડિઝાઈન સ્ટુડિયોએ નવી લકઝરી યાટ રજૂ કરી છે, જેમાં 20 લોકો આરામથી મુસાફરી કરી શકે છે, જેનો ઉપયોગ પાણીની લહેરો પર નાના ઘરની જેમ કરી શકાશે. જેટ કેપ્સ્યૂલ ડ્યુ પુંટો ઝીરો (2.0) નામની આ યાટ પાણીમાં 65થી 83 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે. હાઈપર વર્ઝનની ગતિ 111 કિમી પ્રતિ કલાક સુધી છે. જેની કિંમત 5 લાખ ડોલર (રૂ. 3.67 કરોડ)થી શરૂ થાય છે.
મળો, વાતોડિયા ડાઇનાસોરને!
ઉત્તરીય મેક્સિકોમાં એક ડાઇનોસોરના 7.3 કરોડ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. જે બિલકુલ નવી પ્રજાતિના હોવાનું માનવામાં આવે છે. વિજ્ઞાનીઓનાં મતે આ ડાઇનાસોર શાકાહારી હતો અને સંભવતઃ શાંતિપૂર્ણ અને વાતોડિયો હતો. આ વિશાળ પ્રાણી સરિસૃપ વર્ગનું છે અને તેઓ ઓછી ફ્રિકવન્સીના અવાજો પણ સાંભળી શકતા હતા એવું સંશોધકો માને છે. જેનો અર્થ એ છે કે તેઓ જરૂર શાંતિપૂર્ણ પણ વાતોડિયા રહ્યા હશે. ડાઇનાસોરની કલગીના આકાર અંગે સંશોધકો કહે છે કે તે મેસો અમેરિકી લોકો દ્વારા તેમની પ્રાચીન હસ્તલિપિઓમાં વાતચીત કરવાની ક્રિયા અને જ્ઞાન માટે ઉપયોગ કરાતા એક ચિહ્ન જેવો છે.(તસવીર સૌજન્યઃ INAH/AFP)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.