તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • First Diplomatic Meeting Between China And Taliban In Kabul, Foreign Ministry Did Not Disclose Information On The Issue Of Talks

આતંકવાદીઓ સાથે ડ્રેગન:ચીન અને તાલિબાન વચ્ચે કાબુલમાં પ્રથમ વખત રાજદ્વારી બેઠક,  વિદેશી મંત્રાલયે મંત્રણાના મુદ્દે માહિતી જાહેર કરી નહીં

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ચીને કહ્યું- અફઘાનિસ્તાનના લોકોની ભાવનાનું સન્માન કરે છે

ચીને તાલિબાન શાસનને માન્યતા આપ્યા બાદ તેની સાથે ઘનિષ્ઠતા વધારવા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારે કહ્યું કે કાબુલમાં અત્યારના ચીનના એમ્બેસેડરે તાલિબાનના રાજકીય બાબતના વિંગ ચીફ અબ્દુલ સલામ હનાફી સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે ચીન અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોનું સન્માન કરે છે તથા તેમની સાથે મજબૂત મિત્રતાપૂર્ણ સંબંધ છે. જોકે, પ્રવક્તાએ એવી કોઈ માહિતી આપી ન હતી કે સલામ અને ચીની એમ્બેસેડર વચ્ચે કયા મુદ્દા પર કેટલી વાતચીત યોજાઈ હતી.

વધારે સારા સંપર્કની જરૂર
વાંગે તાલિબાન અને ચીનના રાજદૂતની મુલાકાત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાનના નવા શાસન સાથે અસરકારક અને મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ. બન્ને દેશ અનેક મુદ્દા પર વાતચીત તથા સલાહ-મસલત કરી રહ્યા છે. વાંગ યુ કાબુમાં ચીનના રાજદૂત છે. તાલિબાન તરફથી તેમની પોલિટીકલ વિંગના ચીફ અબ્દુલ સલામ હનાફી વાતચીત કરી રહ્યા છે. તેમના અન્ય કેટલાક રાજદ્વારી સાથે પણ મુલાકાત થઈ હોવાની જાણકારી આપી છે.

મુદ્દાઓ અંગે જાણકારી અપાઈ નહીં
વાંગને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીનના એમ્બેસેડર અને હનાફી વચ્ચે કેટલા સમય સુધી અને કયા મુદ્દે વાતચીત થઈ તો તેમણે આ અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે કાબુલ એક મહત્વનું પ્લેટફોર્મ અને ચેનલ છે. ત્યાં અમે સૌ આવશ્યક મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. ચીન અફઘાનિસ્તાનના લોકોની ભાવનાનું સન્માન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે સ્વતંત્રતાપૂર્વક નિર્ણય લેવામાં આવે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે. અમે એક સારા પડોશીની માફક મદદ કરવા ઈચ્છીએ છીએ,જેથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થઈ શકે અને વિકાસનો માર્ગ ખુલ્લે.

ચીન-પાકિસ્તાન અને રશિયા સાથે
ભારત અને અમેરિકાએ કાબુલમાંથી પોતાના દૂતાવાસ બંધ કર્યાં છે. બીજી બાજુ ચીન ઉપરાંત પાકિસ્તાન અને રશિયાએ પોતાના દૂતાવાસ યથાવત રાખ્યા છે તેમ જ અહીં તેમણે કર્મચારીઓ પણ જાળવી રાખ્યા છે. ગયા મહિને મુલ્લા બરાદરના વડપણ હેઠળ તાલિબાનનું એક ડેલિગેશન બૈજીંગ ગયું હતું અને ત્યાં તેમણે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ સાથે એવું માનવામાં આવે ચે કે આ મુલાકાત બરાદરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને વિશ્વાસ અપાવવા માટે હતી કે તાલિબાન ઉઈગર મુસ્લિમોના આંદોલનનો સાથે આપશે નહીં.