તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકામાં ફરી જાહેરમાં ફાયરિંગ:મિનિયાપોલિસ શહેરમાં એરપોર્ટ નજીક ફાયરિંગ, અમુક લોકોના મોત; આક્રોશિત લોકો રસ્તા પર ઉતર્યા

2 મહિનો પહેલા

અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ થયું છે. અમેરિકન મીડિયા પ્રમાણે આ ફાયરિંગમાં અમુક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઈન્ડિયાનાપોલિસ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (IMPD)ના પ્રવક્તા જેની કુકે જણાવ્યું કે, આ ઘટના ઈન્ડિયાનાપોલિસમાં મિરાબેલ રોડ 8951માં ફેડ એક્સ ફેસિલિટીમાં થયો છે.

ગુરુવારે રાતે થયેલી આ ઘટનાની તપાસ ઈન્ડિયાનાપોલિસ મેટ્રોલિન પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, જ્યારે તેમના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમનો સામનો શૂટર સાથે થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલા ખોરે પોતાનો પણ જીવ લઈ લીધો છે.

ઘાયલો અને મૃતકોની માહિતી હજી સ્પષ્ટ નથી થઈ
IMPDના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પાસે થયેલી ફાયરિંગમાં અમુક લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. જોકે હજી આ સંખ્યા સ્પષ્ટ થઈ નથી. ઘટના દરમિયાન ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, તેમણે આરોપીઓને ફાયરિંગ કરતાં જોયા છે. તેઓ જાહેરમાં લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા.

માર્ચમાં 10 લોકોના જીવ ગયા
ગયા મહિને અમેરિકાના કોલોરાડો પ્રાંતના બોલ્ડર વિસ્તારમાં આવેલા એક સુપરમાર્કેટમાં ફાયરિંગની ઘટના થઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની ઓળખ અહમદ અલ અલીવી અલીસા તરીકે કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...