તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના રેડ ઝોનમાં ફાયરિંગ:રક્ષા મુખ્યાલય પેન્ટાગોનની પાસે મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત; લોકડાઉન લગાડવામાં આવ્યું

2 મહિનો પહેલા
રક્ષા વિભાગના પ્રવક્તા મુજબ, મેટ્રો બસ પ્લેટફોર્મની પાસે થયેલી ફાયરિંગની ઘટના પછી એરિયામાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે

અમેરિકાના રક્ષા વિભાગની બિલ્ડિંગ પેન્ટાગોનની પાસે મેટ્રો સ્ટેશનમાં ફાયરિંગ થયું છે. આ ઘટના બાદ લોકડાઉન લગાડવામાં આવ્યું છે. કોઈને પણ બહાર જવાની મંજૂરી નથી. એસોસિએટ પ્રેસ રિપોટ્સ મુજબ ટ્રાંઝિટ હબ પર ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. પેન્ટાગોનના સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું કે પોલીસની કાર્યવાહીના કારણે પેન્ટાગોન એરિયામાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. અમે લોકોને અપીલ કરી રહ્યાં છીએ કે કૃપ્યા અહીં આવવાનું ટાળે. રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ, મેટ્રો બસ પ્લેટફોર્મની પાસે ફાયરિંગની આ ઘટના ઘટી છે, જે બાદ આ નિર્ણય લેવાયો છે.

ઘટના બાદ તાત્કાલિક પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સી (PFPA)ને એલર્ટ મોકલવામાં આવ્યું છે. રક્ષા વિભાગના અધિકારીઓને અંદર જ રહેવાનું કહેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરે છે. ન્યૂઝ એજન્સી APના પત્રકારોએ પોલીસને શૂટર એવું બોલતા સાંભળ્યા છે. મળતી માહિતી મુજબ હુમલાખોર હજુ પણ સક્રિય છે. ઘટનાથી વિસ્તારમાં ટેન્શનનો માહોલ છે, તેમજ લોકોને દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

CNNના જણાવ્યા મુજબ, બસ પ્લેટફોર્મ પર ફાયરિંગની જાણકારી પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સી દ્વારા પેન્ટાગોન વર્કફોર્સને મોકલવામાં આવેલા મેસેજમાં આપવામાં આવી છે. આ બસ પ્લેટફોર્મનો યૂઝ અનેક બસ લાઈન માટે થાય છે.

અન્ય સમાચારો પણ છે...