તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં ફરી ફાયરિંગ:કેલિફોર્નિયાની એક ઓફિસની બિલ્ડિંગમાં ફાયરિંગ, એક બાળક સહિત 4ના મોત

કેલિફોર્નિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલિસ અધિકારી જેનિફર અમેટે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી ફાયરિંગ શરૂ થયું. - Divya Bhaskar
પોલિસ અધિકારી જેનિફર અમેટે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી ફાયરિંગ શરૂ થયું.
  • પોલીસની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે
  • આ પહેલા ફિલાડેલ્ફિયા શહેરમાં 26 માર્ચે એક શખ્સે બારની બહાર ભીડ પર ફાયરિંગ કર્યું હતું

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ગુરુવારે ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે. તેમાં એક બાળક પણ સામેલ છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ફાયરિંગનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારે સાંજે 5.30 વાગ્યે લોસ એન્જલસની દક્ષિણ સ્થિત ઓરેન્જ શહેરની છે. પોલીસ અધિકારી જેનિફર અમેટેએ જણાવ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પછી ફાયરિંગ શરૂ થયું. જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ પણ ઘાયલ થયો છે.

4 દિવસ પહેલા ફિલાડેલ્ફિયામાં થયું હતું ફાયરિંગ
આ પહેલા ફિલાડેલ્ફિયા શહેરમાં 26 માર્ચે એક શખ્સે બારની બહાર ભીડ પર ફાયરિંગ કર્યું હતું. તેમાં 7 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં આ મામલામાં કોઈ ધરપકડ થઈ નથી.

22 માર્ચે બાઉલ્ડરમાં ફાયરિંગ થઈ હતી
22 માર્ચે બાઉલ્ડરમાં એક શંકાસ્પદ આરોપીએ સુપર માર્કેટમાં આડેધડ ગોળીઓ વરસાવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોલોરાડોના કિંગ સુપર માર્કેટમાં આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં એક લોકલ પોલીસ અધિકારી પણ સામેલ હતા. પોલીસે મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરી હતી.

અમેરિકામાં ગન કલ્ચરની 7 ફેક્ટ્સ
1. 2020માં 2.1 કરોડ બંદૂકો વેચાઈ હતી
ગત વર્ષે અમેરિકામાં બંદૂકોના વેચાણનો રેકોર્ડ બન્યો હતો. હેન્ડગન અને રાઈફલ સહિત કુલ 2.1 કરોડ બંદૂકોનું વેચાણ થયુ હતું. તે 2019ની સરખામણીમાં 60 ટકા વધુ છે. આ પહેલા 2016માં 1.6 કરોડ બંદૂકો વેચાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

2. દર 100 લોકોની પાસે 120 બંદૂકો
પ્રતિ વ્યક્તિ બંદૂકો રાખવાના મામલામાં અમેરિકા વિશ્વમાં નંબર 1 છે. ત્યાં દર 100 લોકોની પાસે 120.5 બંદૂકો છે. તે બીજા નંબરના દેશ યમનની સરખામણીમાં બે ગણી છે.

3. 2020માં 84 લાખ વ્યક્તિઓએ પ્રથમ વખત ગન ખરીદી
2020માં અમેરિકામાં પ્રથમ વખત ગનની ખરીદી કરનારાઓની સંખ્યા 40 ટકા વધી ગઈ. 84 લાખ લોકોએ પ્રથમ વખત બંદૂક ખરીદી.

4. પ્રથમ વખત ગનની ખરીદી કરનારાઓમાં મોટાભાગે અશ્વેત
જે લોકોએ 2020માં પ્રથમ વખત બંદૂક ખરીદી છે, તેમાં મોટાભાગના અશ્વેત અને મહિલાઓ છે. બંદૂકો એ વિસ્તારમાં વધુ વેચાઈ છે, જ્યાં અશ્વેતો પર વધુ હુમલા થયા છે. 25 મે 2020ના રોજ મિનેપોલીસ છેતરપિંડીના આરોપમાં અશ્વેત જોર્જ ફ્લોયડની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસ અધિકારી ડેરેક શાવેને તેની ગરદનને ઘુટણથી લગભગ 9 મિનિટ સુધી દબાવી રાખી હતી. જેના કારણે જોર્જનું મૃત્યુ થયું. પોલીસ દ્વારા જુલ્મનો વીડિયો બહાર આવ્યા પછી અમેરિકામાં હિંસક તોફાનો થયા હતા.

5. હિંસા વધવાથી વોલમાર્ટે સ્ટોરમાંથી હટાવી લીધી હતી ગન
ગત વર્ષે ગનની ડિમાન્ડ વધવાને કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું કે ઘણા સ્ટોર્સ પર બંદૂકોની ગોળીઓનો સંપૂર્ણ સ્ટોક પુરો થઈ ગયો હતો. હિંસા વધ્યા પછી વોલમાર્ટે કેટલાક દિવસો માટે પોતાના સ્ટોર પરથી ગનને હટાવી દીધી હતી. કંપનીએ એ પણ કહ્યું હતું કે તે એ પ્રકારની બંદૂકોનું વેચાણ નહિ કરે, જેનો ઉપયોગ સૈનિકો કરે છે.

6. 2016નો રેકોર્ડ સપ્ટેમ્બરમાં જ તૂટી ગયો હતો
અમેરિકાના ગન માર્કેટ પર નજર રાખનારી ફર્મ સ્મોલ આર્મ્સ એનાલિટિક્સના ચીફ ઈકોનોમિસ્ટ જર્ગેન બ્રાવરના જણાવ્યા અનુસાર, ગત વર્ષે ઓગસ્ટ સુધીમાં 2019થી વધુ ગનનું વેચાણ થઈ ચૂક્યું હતું. 2016નો રેકોર્ડ સપ્ટેમ્બરમાં જ તૂટી ગયો હતો.

7. રાષ્ટ્રપતિ ચૂંટણી વાળા વર્ષમાં વેચાણ વધી જાય છે
અમેરિકામાં એક ખાસ ટ્રેન્ડ રહ્યો છે. જ્યારે ત્યાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની હોય છે, ત્યારે ગનનું વેચાણ વધી જાય છે. આ સિવાય ગનનું વેચાણ ત્યારે પણ વધી જાય છે, જ્યારે કોઈ ડેમોક્રેટ ઉમેદવારની જીતવાની શકયતા હોય છે. 2016માં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની જીતવાની શકયતા હતી. તે વર્ષે પણ બંદૂકોના વેચાણનો રેકોર્ડ બન્યો હતો. પૂર્વ ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગન સેલ્સમેન પણ કહેવામાં આવે છે. તેમની ચૂંટણીના સમયે નેશનલ રાઈફલ એસોસિએશને પાર્ટીને 3 કરોડ ડોલરનું ડોનેશન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો