અમેરિકાના વોલમાર્ટમાં ફાયરિંગ:10નાં મોત, સાક્ષીએ કહ્યું- સ્ટોર મેનેજરે જ ગોળીબાર કર્યો

2 મહિનો પહેલા

અમેરિકામાં મંગળવારે મોડી રાતે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના ઘટી હતી. વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોનાં મોત થયાં છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, સ્ટોરના એક મેનેજરે જ તેમના સ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.

એક પોલીસ ઓફિસર લિયો કોસિંસ્કીએ કહ્યું, અમને વોલમાર્ટની અંદર હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. એમાં ઘણા લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ છે. એક સપ્તાહમાં આ બીજી વખત માસ શૂટિંગની ઘટના થઈ છે. આ પહેલાં કોલારોડોની ગે ક્લબમાં ફાયરિંગ થયું હતું. એમાં 5 લોકોનાં મોત થયાં હતાં.

પોલીસે વોલમાર્ટની આસપાસનો વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસે વોલમાર્ટની આસપાસનો વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી છે.

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
પોલીસે કહ્યું હતું કે અમને રાતે 10 વાગે ગોળીબારની માહિતી મળી અને અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘણા લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અમે હાલ મૃત્યુઆંક નહીં જણાવી શકીએ. પૂરી તપાસ પછી જ સત્ય સામે આવશે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અમે તેમની સાથે પૂછપરછ કરીશું.

ઘટનાસ્થળે પોલીસની ગાડીઓ, ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા.
ઘટનાસ્થળે પોલીસની ગાડીઓ, ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા.
અન્ય સમાચારો પણ છે...