બ્લૂમબર્ગમાંથી:અમેરિકામાં સ્વતંત્રતા દિવસે આતશબાજી પર પ્રતિબંધ મૂકાયો, પોલીસની ઓફર- તમારા ફટાકડાં આપો, ગિફ્ટ કાર્ડ મેળવો

બ્લૂમબર્ગ7 મહિનો પહેલાલેખક: લિન્ડા પૂન
  • કૉપી લિંક
ફાયર ઇકોલોજિસ્ટ જેનિફર બાલ્ચના જણાવ્યા મુજબ 1992થી 2015 દરમિયાન 4 જુલાઇએ આતશબાજીના કારણે જંગલોમાં આગના 7 હજાર બનાવ બન્યા. - Divya Bhaskar
ફાયર ઇકોલોજિસ્ટ જેનિફર બાલ્ચના જણાવ્યા મુજબ 1992થી 2015 દરમિયાન 4 જુલાઇએ આતશબાજીના કારણે જંગલોમાં આગના 7 હજાર બનાવ બન્યા.
  • ઉજવણીની વર્ષો જૂની પરંપરા ભીષણ ગરમી અને દુષ્કાળના કારણે બદલાઇ

4 જુલાઇ અમેરિકી ઇતિહાસમાં માનવસર્જિત આગ માટે સૌથી ખરાબ દિવસ છે, કેમ કે આ દિવસ દેશનો સ્વતંત્રતા દિવસ છે અને મોટા પાયે આતશબાજી થાય છે. આ વર્ષે પડી રહેલી ઐતિહાસિક ગરમી અને દુષ્કાળે જંગલોમાં આગ લાગવાનું જોખમ વધારી દીધું છે. તેથી જ કેલિફોર્નિયા, ઓરેગોન, એરિઝોના અને ઉટાહના કેટલાક શહેરોમાં જાહેર સમારોહ રદ કરી દેવાયા. આતશબાજી કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો.

સ્વતંત્રતાની ઉજવણી કરવા એસ્પેન, કોલોરાડો જેવા કેટલાક સ્થળોએ નવા વૈકલ્પિક પ્રયોગ પણ કરાયા. એસ્પેન ચેમ્બર રિસોર્ટ એસો. અહીં પરંપરાગત આતશબાજીના બદલે લેસર શો યોજાયા. લોસ એન્જેલ્સમાં પોલીસે બાયબેક અભિયાન હાથ ધર્યું, જે અંતર્ગત લોકોને ઓફર અપાઇ કે તેઓ પહેલેથી ખરીદેલા ફટાકડાં પોલીસને આપી દે, જેના બદલામાં તેમને ગિફ્ટ કાર્ડ અપાશે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે કે જેમણે આતશબાજી પરના બૅનને દેશવિરોધી ગણાવ્યો. સાઉથ ડકોટાનાં રિપબ્લિકન ગવર્નર ક્રિસ્ટી નોએમે માઉન્ટ રશમોરમાં આતશબાજીની મંજૂરી આપવા બાઇડેન સરકારને આગ્રહ કર્યો હતો જ્યારે ત્યાં અગાઉ આતશબાજીના કારણે આગ લાગવાનો બનાવ બની ચૂક્યો છે. આ કારણથી બૅન લગાવાયો છે.

આતશબાજીથી 42% વધુ પ્રદૂષણ ફેલાય છે
અમેરિકામાં 2020ના એક રિસર્ચ મુજબ આતશબાજીના કારણે સામાન્ય દિવસની સરખામણીમાં 42% વધુ પ્રદૂષણ થાય છે. ફાયર ઇકોલોજિસ્ટ જેનિફર બાલ્ચના જણાવ્યા મુજબ 1992થી 2015 દરમિયાન 4 જુલાઇએ આતશબાજીના કારણે જંગલોમાં આગના 7 હજાર બનાવ બન્યા.

અન્ય સમાચારો પણ છે...