તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના ખુશહાલ દેશોમાં સામેલ ફિનલેન્ડમાં ભારે બરફવર્ષાથી લોકોને કામ પર જવામાં તકલીફ પડી રહી છે. તેને ધ્યાનમાં રાખીને અનોખી પહેલ કરાઇ છે. સ્કી શૅરિંગ સર્વિસ દ્વારા લહતી શહેરે ઉકેલ શોધ્યો છે. સ્કી બરફ પર ચાલતું ઉપકરણ છે. લહતીમાં આ સર્વિસ અંતર્ગત લોકો ઘરની નજીકના સ્ટેન્ડ પરથી સ્કી લઇને ઓફિસે પહોંચે છે અને ત્યાંની નજીકના સ્ટેન્ડ પર મૂકી દે છે. રિપોર્ટ્સ મુજબ, આ વિશ્વમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે. તેનાથી બરફમાં ફસાતાં-ફસાતાં ચાલતા વાહનોથી મુક્તિ મળશે.
પ્રોજેક્ટ મેનેજર એના હટને જણાવ્યું કે, ‘અમે કંઇક નવું કરવા ઇચ્છતા હતા. તેથી શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટકાઉ સાધન પર કામ કર્યું. તેના પરિણામરૂપે આ વિચાર આવ્યો. સ્કીના માધ્યમથી મુસાફરી કરનારા લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સાથે જ બરફવર્ષા દરમિયાન સસ્તી અને ટકાઉ સર્વિસ પણ મળશે. આનાથી બે મોરચે રાહત મળશે. પરિવહનમાં સરળતાની સાથોસાથ કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં સફળતા.’ સ્કી સર્વિસ હાલ હંગામી છે પણ એક હકીકત એ પણ છે કે આવા જ અન્ય પ્રયોગોના કારણે લહતીને ગત વર્ષે યુરોપની ‘ગ્રીન કેપિટલ ઑફ ધ યર’ (એવું શહેર કે જ્યાં વાતાવરણમાં ઝેરી ગેસ સૌથી ઓછા હોય)નું સન્માન મળ્યું હતું. વર્ષ 2025 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવું લહતી શહેરના મુખ્ય લક્ષ્યાંકોમાં સામેલ છે.
લોકોને કાર ન ચલાવવા અપીલ
રાજધાની હેલસિન્કીથી અડધા કલાકના અંતરે આવેલા આ ઉપનગરમાં આ સર્વિસનો લાભ લેવા લોકો હવે સ્કીઇંગ શીખી પણ રહ્યા છે. શહેરના અધિકારીઓનું કહેવું છે કે આ સર્વિસ બાદ અમે ઇચ્છીશું કે લોકો બરફવર્ષા વખતે કાર લઇને ન નીકળે. સ્કીઇંગ પણ સાઇક્લિંગ જેટલું જ સહેલું છે. થોડી પ્રેક્ટિસ બાદ તે ઓફિસે પહોંચવાનું રોમાંચક સાધન બની શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.