કોરોના સામે લડવા અમેરિકાની અનેક દેશોને આર્થિક મદદઃ 13 અબજ પેકેજની જાહેરાત કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અમેરિકાએ મદદની જાહેરાત કરી
  • 64 દેશ માટે 174 મિલિયન ડોલરની જાહેરાત
  • ભારતને 2.9 મિલિયન ડોલરની મદદ

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કોરોના વાઈરસનો સામનો કરી રહેલા અમેરિકાએ અન્ય દેશોને પણ આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના પ્રશાસને વિશ્વના 64 એવા દેશને આર્થિક સહાયતા કરવાની જાહેરાત કરી છે કે જ્યાં કોરોના વાઈરસનું જોખમ સૌથી વધારે છે. આ દેશો માટે અમેરિકાએ 174 મિલિયન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયામાં મદદ માટેની આ રકમ આશરે 13 અબજ છે. આ પૈકી ભારતને 2.9 મિલિયન ડોલર આપવામાં આવશે.

ભારતને 2.90 મિલિયન ડોલરની સહાયતા
ભારતને મળનારા 2.90 મિલિયન ડોલરની રકમ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલ 100 મિલિયન ડોલરની મદદ ઉપરાંત છે.અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ભારતને 2.90 મિલિયન ડોલરની સહાયતા આપવામાં  આવશે, તેનો ઉપયોગ લેબોરેટર, નવા કેસની માહિતી મેળવવામાં, કોરોનાના દર્દીની દેખરેખ રાખવા તથા ટેકનિકલ એક્સપર્ટની સેવાઓ લેવા માટે કરવામાં આવશે.
અમેરિકાએ કહ્યું કે તે દાયકાઓની આરોગ્ય સંબંધિત સુવિધાઓ માટે તે વિશ્વમાં મદદ આપતુ રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના મતે અમેરિકા લોકોના જીવનને બચાવવા માટે આગળ રહ્યું છે. અમે એવા લોકોનું રક્ષણ કરી છીએ કે જેમના પર જોખમ છે. અમે આરોગ્ય સેવાઓ સંબંધિત સંસ્થા બનાવી છીએ અને સમુદાયો તથા રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરી છીએ.

નેપાળ-બાંગ્લાદેશને પણ મદદ
ભારત ઉપરાંત અમેરિકાએ શ્રીલંકાને 1.3 મિલિયન ડોલર, નેપાળને 1.80 ડોલર, બાંગ્લાદેશને 3.4 અબજ ડોલર તથા અફઘાનિસ્તાનને 5 મિલિયન ડોલરની રકમ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકામાં વિશ્વના સૌથી વધારે કોરોના દર્દી
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા પોતે જ કોરોના સંક્રમિતની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. દેશની અલગ-અલગ હોસ્પિટલોમાં ઈલાજ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...