તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Fighting Erupts Between Taliban And Masood Supporters In Panjshir, Killing 14 Members Of Hazara Community In Daykundi Province

તાલિબાનની હકૂમત:પંજશીરમાં તાલિબાન અને મસૂદ સમર્થકો વચ્ચે ઘમાસાણ, દાયકુંદી પ્રાંતમાં હજારા સમુદાયના 14 લોકોની હત્યા

કાબુલ23 દિવસ પહેલા
ખદીર જિલ્લાના 14 લોકોની હત્યા કરવામાં આવી છે.

પંજશીરમાં અહમદ મસૂદ સાથે જોડાયેલાં સૂત્રોએ દાવો કર્યો છે કે તાલિબાનોએ ચારેતરફથી હુમલો કર્યો છે. પંજશીરના લડાકુઓ તેમને જવાબ આપી રહ્યા છે. આ પહેલાં તાલિબાની સૂત્રોએ કહ્યું હતું કે પંજશીરમાં કેટલાંક જૂથ તાલિબાનના સમર્થનમાં આવી રહ્યા છે. પંજશીર પર થયેલા હુમલાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તાલિબાને ખદીર જિલ્લામાં હજારા સમુદાયના 14 લોકોની હત્યા કરી દીધી છે.

હજારા સમુદાય પર તાલિબાનનો જુલમ
હજારા સમુદાય સાથે જોડાયેલા કાર્યકર્તાઓનો દાવો છે કે હજારા બહુલ જિલ્લાના દાયકુંદીમાં તાલિબાને નજીબા લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબમાં તોડફોડ અને લૂંટફાટ કરી હતી. હજારા પત્રકાર બશીર અહંગના કહ્યા પ્રમાણે આ લાઇબ્રેરીમાં સ્થાનિક હજારા સમુદાયનાં છોકરી-છોકરાં ભણી રહ્યાં હતાં.

અફઘાનિસ્તાની અખબાર ઇતલેઆત રોજે દાવો કર્યો છે કે દાયકુંદી પ્રાંતના ખદીર જિલ્લામાં તાલિબાને 14 લોકોને માર્યા નાખ્યા હતા, જેમાંથી બે સામાન્ય નાગરિક છે. ત્યાં જ આવી બાબતો પર નજર રાખવાવાળા સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું કે અમે સ્વતંત્ર રીતે પીડિતો સાથે વાચતીત કરી શકતા નથી, પરંતુ સ્થાનિક મીડિયાએ 14 લોકો મર્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

દાયકુંદીમાં હજારા લડાકુઓ તાલિબાન સામે લડ્યા
હજારા સમુદાયના કાર્યકર્તાએ આરોપ લગાવતા કહ્યું હતું કે દૂર દૂર સુધીના વિસ્તારમાં તાલિબાન જુલમ કરી રહ્યું છે અને અસલી તસવીર સામે આવી રહી નથી. દાયકુંદીમાંથી આવેલા અહેવાલ પ્રમાણે હજારા લડાકુ અને તાલિબાનો વચ્ચે ધમસાણ થયું હતું. તાલિબાને ડઝન જેટલા હજારા લડાકુઓને મારી નાખ્યા હતા. તાલિબાન સ્થાનિક જાસૂસી નેટવર્કની મદદથી હજારા લડાકુઓની ઓળખાણ કરવામાં આવી રહી છે.

તાલિબાનોએ લોકો પાસેથી હથિયારો છીનવ્યાં
અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાનની પાસે મોટા પ્રમાણમાં હથિયારો જમા થઈ ગયા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનના સૈનિકોને અત્યારસુધીમાં જેટલો દારૂગોળો, હથિયાર, લડાકુ વિમાન, હેલિકોપ્ટર અને અન્ય સૈન્યનો સરસામાન આપ્યો હતો તે હવે સંપૂર્ણ રીતે તાલિબાના કબ્જા હેઠળ છે. તાલિબાને સામાન્ય લોકો પાસેથી પણ હથિયારો છીનવી લઈ મોટા પ્રમાણમાં હથિયારો ભેગા કર્યા છે.

કેટલાક દિવસ પહેલાં એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે ટ્વીટ કર્યું હતું કે, કાબુલ શહેરમાં જેની પાસે સરકારી વાહન, હથિયાર, દારૂગોળો અને અન્ય સરકારી સામાન છે, તે સ્વેચ્છાએ એક અઠવાડિયામાં સંબંધિત ઇસ્લામિક અમીરાતના અધિકારીઓને સોંપી દે. આ ઉપરાંત આ આદેશનો ઉલ્લંઘન કરનારાને ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ પાસે આ પ્રકારનો સામાન મળી આવશે તો તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ હદારો લોકોએ મોટી સંખ્યામાં પોતાના હથિયાર જમા કરાવ્યા હતા. તાલિબાની લડાકુઓએ ઘરે ઘરે જઈને હથિયારોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને હથિયારો કબ્જે કર્યા હતા.

IS આતંકીઓએ કારની ડિક્કીમાંથી 6 રોકેટ છોડ્યા હતા
અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના બરાબર એક દિવસ પહેલાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ 6 રોકેટ છોડ્યા હતા. જેમાંના 5 રોકેટ કાબુલ એરપોર્ટ પર ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યા હતા. જેનાથઈ અમેરિકી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે નાશ પામી હતી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, છઠ્ઠું રોકેટ એક બિલ્ડિંગ સાથે અથડાઇને નીચે પડ્યું હતું.

મોડી સાંજે આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. સંગઠને પોતાના નશર ન્યૂઝથી ટેલિગ્રામ ચેનલ પર આ વાતની પુષ્ટિ કરી હતી. તેના પહેલાં 16 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS - ખુરાસાન ગ્રુપે લીધી હતી. આ હુમલામાં 13 અમેરિકી સૈનિક સહિત 170 જેટલા લોકો માર્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...