જાપાનની રાજધાની ટોક્યોમાં ક્વૉડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જ ચીન અને રશિયાએ એક ઘણી જ ગંભીર હરકત કરી. ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે જાપાનની સરહદ નજીકથી વૉર ડ્રિલ અંતર્ગત ઉડાન ભરી. જાપાનની સરકારે આ વાતની પુષ્ટિ કરી છે.
બંને દેશોની આ હરકત પર હજુ સુધી ક્વૉડના અન્ય ત્રણ દેશના રિએક્શન નથી આવ્યા. ક્વૉડમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે. ચીનનો આરોપ છે કે ક્વૉડ મેમ્બર્સ તેમનો દરિયાઈ રસ્તો બંધ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે અને તેઓ તેમના પર તાકાત દેખાડીને દબાણ કરવા માગે છે. ક્વૉડ મેમ્બર્સે ચીનના આરોપોને અનેક વખત ફગાવ્યા છે.
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીનું નિવેદન
મંગળવારે બપોરે જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું- ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે અમારી સરહદ નજીકથી ઉડાન ભરી. અમે આ દેશોને સ્પષ્ટ રીતે જણાવી દીધું કે આ એક ગંભીર હરકત છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ હાલ અમારા દેશમાં છે. ફાઈટર જેટ્સ અમારા એરસ્પેસમાં નથી આવ્યા. નવેમ્બરથી અત્યાર સુધીમાં ચાર વખત આ પ્રકારની હરકત થઈ ગઈ છે. અમારા માટે આ ચિંતાની વાત છે.
કુલ ચાર ફાઈટર જેટ્સ હતાં
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ રશિયા અને ચીનના ફાઈટર જેટ્સે અમારી પૂર્વ સરહદની નજીક ઉડાન ભરી. બે ફાઈટર જેટ્સ ચીન અને બે રશિયાના હતા. આ એરક્રાફ્ટ્સ પ્રશાંત મહાસાગરના પૂર્વી વિસ્તારમાં હતા. અહીં જાપાન અને ચીનની સરહદ મળે છે. મંગળવારે જ રશિયાના ગુપ્તચર વિભાગના વિમાનોએ પણ આ વિસ્તારમાં જ ઉડાન ભરી હતી.
અમે બંને દેશોના ડિપ્લોમેટિક ચેનલ્સથી જણાવી દીધું છે કે જાપાન આવી હરકતને સહન નહીં કરે.
ક્વૉડને 50 અબજ ડોલર
ક્વૉડ દેશોએ મંગળવારે એક મહત્વનો નિર્ણય લીધો અને તે ચીન માટે ચિંતાજનક વાત છે.ચારેય દેશોએ નિર્ણય કર્યો છે કે હિન્દ-પ્રશાંત વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે પાંચ વર્ષમાં 50 અબજ ડોલર ખર્ચ કરાશે. આ મીટિંગમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બજેટનો સીધો અર્થ છે કે હિન્દ અને પ્રશાંત વિસ્તારમાં ચીનનો દબદબો ખતમ કરવાની ચાલને ખતમ આ ચારેય દેશો મળીને કરશે. ચીન આ વિસ્તારનો મોટા ભાગનો વિસ્તાર પોતાનો ગણાવે છે. ચીનને વાંધો ત્યાં સુધી છે કે તેઓ હિન્દ-પ્રશાંત મહાસાગરને ઈન્ડો-પેસિફિકની જગ્યાએ તેને એશિયા પેસિફિક ગણાવવા માગે છે. જેને ઈન્ડો-પેસિફિક શબ્દ પર પણ વાંધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.