ટાઈમ મેગેઝિનના કવર પર છવાઈ ઝાહરા જોયા:મહિલા પત્રકારે બોમ્બમારા વચ્ચે પણ રિપોર્ટીગ કરી તાલિબાનનો ક્રૂર ચહેરો દુનિયા સમક્ષ બતાવ્યો હતો

5 મહિનો પહેલા

અફઘાનિસ્તાનના પત્રકાર ઝાહરા જોયાને ટાઈમ મેગેઝિનની ‘વુમન ઓફ ધ યર’ની યાદીમાં સ્થાન મળ્યું છે. તે પોતાની ન્યૂઝ એજન્સી દ્વારા તાલિબાનના આતંકમાં જીવતી અફઘાન મહિલાઓના જીવન વિશે રિપોર્ટિંગ કરી રહી છે. વર્ષ 2020માં, ઝાહરાએ અફઘાનિસ્તાનની મહિલા પત્રકારો સાથે મળીને ન્યૂઝ એજન્સી શરૂ કરી હતી. તેણીનો હેતુ અફઘાન મહિલાઓના જીવનના પડકારોને પત્રકારત્વ દ્વારા વિશ્વ સમક્ષ લાવવાનો છે. તે હાલમાં યુકેમાં શરણાર્થી તરીકે રહે છે. જાણો સાહસી મહિલા પત્રકાર ઝાહરા વિશે...

છોકરો બનીને સ્કૂલ જતી હતી
અફઘાનિસ્તાનના લઘુમતી હજારા સમુદાયમાં એક પરિવારમાં જન્મેલી ઝાહરા અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું ત્યારે મોટી થઈ રહી હતી. છોકરીઓને શાળાએ જવાની મનાઈ હતી. અભ્યાસ માટે, તે છોકરો બની શાળાએ જતી હતી. કંઈક નવું શીખવાના નિર્ધાર સાથે, તે છોકરાઓના કપડાં પહેરીને દરરોજ બે કલાક ચાલીને શાળાએ જતી હતી.

અફઘાન મહિલાઓની સ્થિતિને વિશ્વ સમક્ષ લાવવા માટે ઝાહરાએ પોતાની બચતથી એક ન્યૂઝ એજન્સી શરૂ કરી. તે અફઘાનિસ્તાનમાં પ્રથમ નારીવાદી સમાચાર એજન્સી છે. તાલિબાનના આતંક વચ્ચે, તેમની ટીમ અફઘાનિસ્તાનમાં કામ કરવાનું અને ગુપ્ત રીતે રિપોર્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું છે.

લંડનમાં રહીને જવાબદારી સંભાળી રહી છે
જ્યારે કાબુલ પર તાલિબાને કબજો જમાવી દીધો હતો ત્યારે બ્રિટિશ સરકારે 29 વર્ષીય યુવા પત્રકાર ઝાહરાને સહપરિવાર દેશની બહાર સુરક્ષિત મોકલી દીધા હતા. સાથે જ બ્રિટન જઈને કામ ચાલુ રાખવા માટેની જરુરી મદદ પણ કરી. હાલ તેઓ લંડનમાં એક હોટલમાં રહીને પોતાનું કામ કરી રહી છે.

જોકે, તેમના સહયોગી પત્રકાર અત્યારે અફઘાનિસ્તાનમાં છે જે ખૂબ જ સતર્કતાથી ઝાહરાને મહિલાઓના જીવન સાથેન સંબંધિત સમાચારો મોકલતા રહે છે. સોશિયલ મીડિયા અને અન્ય સોર્સના માધ્યમથી તેઓ અંગ્રેજીમાં સમાચારો પબ્લિશ કરે છે. ઝાહરાની અફઘાની મહિલાઓની રિપોર્ટીંગ લોકોને પસંદ આવી રહી છે. તેને ક્રાઉડ ફંડિગ મારફતે અત્યાર સુધી 3 લાખ ડોલર મળી ચૂક્યા છે.

ધ ગાર્જિયનની રિપોર્ટમાં ઝાહરાએ જણાવ્યું કે તાલિબાન સરકારે મહિલાઓના પહેરવેશ, શિક્ષા વગેરે પર તમામ પ્રતિબંધ લગાવી દીધા છે, તેમનું કામ વધુ મહત્વનું થઈ ગયુ છે. જોકે અફઘાનિસ્તાનમાં મહિલા અને પત્રકાર હોવુ એ ક્યારેય સરળ રહ્યું નથી. હવે અમારી રિપોર્ટીગ લગભગ પુરી થઈ ગઈ છે. તાલિબાને મહિલા પત્રકારોને હિજાબ પહેરવા મજબૂર કર્યા છે, તેમને સ્ક્રીન પર પ્રદર્શિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...