શ્રીલંકા પછી હવે નેપાળમાં પણ આર્થિક સંકટના વાદળો ઘેરાય રહ્યાં છે. નેપાળની કેન્દ્રીય બેંકે રોકડની ઉણપ અને વિદેશી મુદ્રા ભંડારમાં આવેલા ઘટાડાનો હવાલો આપતા વાહનો અને અન્ય લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
દેશની કેન્દ્રીય બેંક એટલે કે નેપાળ રાષ્ટ્ર બેંકે એક બેઠક કરીને આ નિર્દેશ જાહેર કર્યા છે. બેઠકમાં દેશની કોમર્શિયલ બેંકના અધિકારી પણ સામેલ થયા છે. નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તા ગુનાખર ભટ્ટાએ કહ્યું કે વધતી આયાતને કારણે અમે તે જોઈ રહ્યાં છીએ કે અર્થવ્યવસ્થામાં કોઈ પ્રકારનું સંકટ ઊભું થઈ શકે છે. તેથી અમે તે વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકવાની ચર્ચા કરી છે, જેની તાત્કાલિક જરૂરિયાત નથી.
ટૂરિઝ્મથી આવક ઘટી, દેશની પાસે માત્ર 6 મહિનાનું જ વિદેશી મુદ્રા ભંડાર
જુલાઈ 2021 પછી નેપાળે ટૂરિઝ્મ અને રોકાણથી ઓછી આવકને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બેંકના આંકડા મુજબ ફેબ્રુઆરી 2022 સુધી નેપાળનું વિદેશી મુદ્રા ભંડાર જુલાઈ 2021ના મધ્યમાં 11.75 અબજ અમેરિકી ડોલરથી 17% ઘટીને 9.75 બિલિયન અમેરિકી ડોલર થઈ ગયું હતું.
વિદેશી મુદ્રા ભંડાર હવે માત્ર 6 મહિના માટે વસ્તુઓ અને સેવાઓની આયાત થાય તેટલું જ છે, જે કેન્દ્રીય બેંકના ઓછામાં ઓછા સાત મહિનાના લક્ષ્યથી ઓછું છે.
ડર ઊભો કરવાને બદલે અર્થવ્યવસ્થા સુધારોઃ નાણા મંત્રી
જો કે નેપાળના નાણા મંત્રી જનાર્દન શર્માએ આશ્વાસન આપ્યું છે કે નેપાળ, શ્રીલંકાની દિશામાં આગળ નથી વધી રહ્યું. શર્માએ કહ્યું કે નેપાળની અર્થવ્યવસ્થાને શ્રીલંકા સાથેની તુલના કરીને ડર ઊભો કરવાને બદલે આપણે તેને સુધારવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત છે.
જો કે તેમને માન્યું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ, વાહનો અને લક્ઝરી વસ્તુઓની ઉચ્ચ આયાતના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમને આયાત પર અંકુશ લગાડવા માટે સ્થાનિક પ્રોડક્ટને પ્રોત્સાહિત કરવા પર ભાર મુક્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.