તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અફઘાન મહિલાઓમાં આશા જગાડતી ફેશન ઈન્ડસ્ટ્રીમાં દહેશત, હજારો લોકોએ કામ બંધ કર્યું

ન્યૂયોર્ક18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાનની અસર - જૂની કશિદાકારીથી બનેલાં વસ્ત્રો વિદેશોમાં લોન્ચ કરવાની યોજનાઓ ઠપ

30 વર્ષના આંત્રપ્રિન્યોર હસીમ રહીમી અને તેમની નાની બહેન ડિઝાઈનર રહિબા રહીમીએ 2021 માટે મોટી યોજનાઓ બનાવી હતી. આ તેમની પાંચ વર્ષ જૂની ફેશન બ્રાન્ડ લમાનને વિદેશમાં લોન્ચ કરવાનું વર્ષ બની શક્યું હોત. તેમણે 2019માં મિલાનમાં ફેશન શો કર્યો હતો. તેમનાં વસ્ત્રો ઓસ્લો, દુબઈમાં પણ દસ્તક આપી ચૂક્યાં હતાં. ભાઈ-બહેને 500 કારીગરોનું નેટવર્ક તૈયાર કર્યું છે. તેમાંથી 50 કંપનીના હેડકવાર્ટર કાબુલમાં છે. તેમની આગેવાની એક મહિલા કરે છે. પણ કાબુલમાં 15 ઓગસ્ટે તાલિબાનના કબજા બાદ તેમણે સ્ટાફને બિઝનેસ બંધ કરવાની સૂચના આપી દીધી છે. તાલિબાનના સત્તામાં આવવાથી વર્કિંગ મહિલાઓનાં સપનાં વિખેરાઈ ગયાં છે. હજારો મહિલા કારીગરોએ કામ બંધ કરી દીધું છે.

અફઘાનની પરંપરાગત કશીદાકારી અને આધુનિક સ્ટાઈલના મેળથી બનેલાં વસ્રો અનેક દેશોમાં ઓળખ બનાવી રહ્યાં છે. આ ઉદ્યોગ સાથે હજારો મહિલાઓ જોડાયેલી છે. ઓસ્લો, નોર્વેમાં ભણેલા રહીમીએ ફોન પર જણાવ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે. અફઘાનમાં ફેશનની દુનિયાથી સ્ટાઈલ, ટ્રેન્ડ કે નાણાંની જગ્યાએ આશા વધારે જોડાયેલી છે. શિક્ષણ અને વ્યવસાયના માહોલથી દૂર મહિલાઓ માટે ફેશન આત્મનિર્ભર હોવાનો એક રસ્તો છે. રહિબા રહીમીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફેશન એક રીતે મહિલાઓને તેમની મર્યાદાઓથી બહાર નીકળી સમાજને તેમની હાજરી બતાવવાની તક આપે છે.

અર્થતંત્રમાં કારીગરોની હિસ્સેદારી માટે કામ કરી રહેલી સ્વયંસેવી સંસ્થા ‘નેસ્ટ’ 2015થી અફઘાનમાં કામ કરી રહી છે. તેની સાથે દેશમાં 6700 કારીગરો જોડાયેલા છે. તેમાં 89 ટકા મહિલાઓ છે. 2001માં તાલિબાનના પતન બાદ દેશમાં હાથની કારીગરીના અનેક બિઝનેસ વિકસ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનની એજન્સી આંતરરાષ્ટ્રીય ટ્રેડ કમિશનના એક કાર્યક્રમ એથિકલ ફેશન ઈનિશિએટિવના સંસ્થાપક સિમોન સિપ્રિયાનીએ કેસરિયા સિલ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે. સંસ્થાના 3500 કર્મચારીઓમાં 60 ટકા મહિલાઓ છે. 2019માં એથિકલે ડચ ડિઝાઈનર જીન ડે ક્રૂનને જોડી જાજી વિન્ટેજ વસ્ત્રો બજારમાં મૂક્યાં હતાં. મિલાનમાં થયેલા એક શોમાં લમાન સહિત ચાર બ્રાન્ડ રજૂ કરાઈ હતી. આ તમામ મહિલાઓની દેણ છે.

જર્મનીમાં વસી ગયેલી અફઘાન બહેનો હિલા અને વના લમારની યોજના અફઘાની ડિઝાઈનની સેવારી જ્વેલરી બ્રાન્ડ શરૂ કરવાની છે. લમાનની જેમ આ પહેલ પણ અટકી ગઇ છે. હિલાએ કહ્યું કે તેમને રોજ અનેક મહિલાઓના મેસેજ મળે છે કે દેશ છોડવામાં તેમની મદદ કરે. વસ્ત્રો અને કારીગરી ઉદ્યોગમાં કાર્યરત તમામ સ્ત્રીઓ ભયભીત છે. એથિકલે અફઘાનથી સંબંધિત તમામ વેબ પેજ અને તેમની લિન્ક હટાવી દીધી છે. નેસ્ટના ફાઉન્ડર વાન બર્જેન કહે છે કે અમારી અનેક મહિલા કારીગરોએ દહેશતને કારણે તેમના નામનો ક્યાંય ઉલ્લેખ ન કરવા કહ્યું છે. અનેક પ્રતિષ્ઠાનોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબસાઈટ બંધ કરી દીધી છે. તાલિબાની દંડના ભયથી મોટા ભાગની મહિલાઓ કામે નથી આવી રહી. આમ તો પુરુષ કર્મચારીઓએ કામ શરૂ કરી દીધું છે. 24 ઓગસ્ટે તાલિબાને એક નિવેદનમાં કહ્યું કે મહિલાઓએ તેમની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું જોઈએ.

મધ્ય એશિયાનું પેરિસ હતું અફઘાનિસ્તાન
અફઘાનમાં ગત 10 વર્ષમાં એનજીઓ અને પ્રાઈવેટ ઉદ્યમીઓએ ફેશનને આગળ વધવાના માર્ગ તરીકે પસંદ કર્યો છે. એટલા માટે અનેક મહિલાઓ પરિવારની દેખરેખ વચ્ચે ઘરેથી કામ કરી શકે છે. સિલ્ક રોડના મધ્ય સ્થિત અફઘાનનો ઈતિહાસ અને વારસો વસ્ત્રો તથા કશીદાકારી સાથે જોડાયેલો છે. તેને મધ્ય એશિયાનું પેરિસ કહેવાતું હતું. દેશમાં 1930થી 1970 વચ્ચે સ્થિરતાના સમયે અફઘાન કોટ પશ્મી દેશોનું મુખ્ય ફેશન બની ગયું હતું. 1969માં લાઈફસ્ટાઈલ મેગેઝિન વૉગે અફઘાન એડવેન્ચર નામે ફેશન શૉ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...