યુદ્ધના મોરચેથી મહિનાઓ પછી પરત ફરેલા યુક્રેનના જવાનોથી મહિલાઓ ભયભીત છે. આવા જવાનો પત્નીને જ દુશ્મન સમજી રહ્યા છે. પરિવારના સભ્યોને જ જાનથી મારી નાંખવાના પ્રયાસ કરી રહ્યા છે. મહિલાઓ એવા લોકોને લઇને પણ ભયમાં છે જે લોકોએ દેશની સુરક્ષા માટે હથિયારો ઉઠાવ્યાં હતાં. યુદ્ધ લડતાં આ નાગરિકો હવે આઘાતમાં છે. મનોવિજ્ઞાની વિલેના કિટ કહે છે કે જવાનો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો ભોગ બન્યા છે. આ જવાનો પરિવારના સભ્યોને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેથી હવે યુક્રેનમાં પ્રોફેશનલ જવાનોની નિમણૂ કરાઈ રહી છે.
યુદ્ધના કારણે ઘરેલુ હિંસા વધી
રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ઘરેલુ હિંસા વધી ગઇ છે. જેમજેમ તણાવની સ્થિતિ વધી રહી છે તેમ મહિલાઓ સામે હિંસા પણ વધી છે. ફેબ્રુઆરી 2022માં હુમલાની સાથે જ મહિલાઓ સામે હિંસા ઘણી વધી ગઇ હતી. આ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવાની ફરજ પડી છે.
મહિલાઓ ઘર છોડીને ભાગે છે
યુક્રેનના શેલ્ટર હોમ્સમાં એવી હજારો મહિલા છે, જે પુરુષ સાથીને છોડીને ભાગી ગઇ છે. 32 વર્ષની મારિયા પર તેના લાઇફ પાર્ટનરે જ એક દિવસ રાત્રે હત્યાનો પ્રયાસ કર્યો હતો. મારિયાના મતે, યુદ્ધના કારણે તેમના એકબીજા સાથેના સંબંધ બગડ્યા છે.
ઘરેલુ હિંસામાં સામેલ જવાનો પોલીસ વાૅર હીરો| ઓકસાના કહે છે કે, મારા પતિના હત્યાના બે પ્રયાસ કર્યા અને પોલીસ ઘરેલુ હિંસામાં સામેલ જવાનોને વાૅર હીરો ગણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.