તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે દાબીને ખાવાની છૂટ!:USમાં સ્થૂળતા 15% ઓછી કરતી દવાને FDAની મંજૂરી

ન્યૂયોર્ક7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝડપથી અમેરિકા અને બીજા દેશોનાં બજારોમાં મળશે

સ્થૂળતા એટલે કે મોટાપાનો સામનો કરી રહેલા લોકો માટે ખુશ ખબર છે. અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા એફડીએએ સ્થૂળતા ઓછી કરવા એક એવી દવાને મંજૂરી આપી છે, જે 15% સુધી ચરબી ઘટાડી શકે છે.

આમ તો તે ડાયાબિટીસની દવા છે, પરંતુ અમેરિકામાં તેનો ઉપયોગ સ્થૂળતા ઘટાડવા કરાશે. તેનું માર્કેટિંગ પણ વજન ઓછી કરતી દવા તરીકે કરાશે. નોવો નોરડિસ્ક કંપનીએ બનાવેલી આ દવાનું નામ વીગોવી (Wegovy) છે.

જે લોકોએ દવા કંપની નોવો નોરડિસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમનામાં સ્થૂળતાનો સામનો કરી રહેલા તમામનું સરેરાશ વજન 15% ઓછું થયું હતું.
જે લોકોએ દવા કંપની નોવો નોરડિસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમનામાં સ્થૂળતાનો સામનો કરી રહેલા તમામનું સરેરાશ વજન 15% ઓછું થયું હતું.

વીગોવી નોવો નોરડિસ્કની ડાયાબિટીસની દવા સીમાગ્લુટાઈડનું જ અપડેટેડ વર્ઝન છે. તે લાંબા સમય સુધી વજન ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોએ દવા કંપની નોવો નોરડિસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમનામાં સ્થૂળતાનો સામનો કરી રહેલા તમામનું સરેરાશ વજન 15% ઓછું થયું હતું. એટલું જ નહીં, આ લોકોનું વજન સતત 14 મહિના સુધી ઘટતું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...