તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એફબી વધુ પૈસા કમાવા નેતાઓ આગળ ઝૂકે છે, કંપનીનું ધ્યાન રાજકારણ પર વધુ છે, નેતાઓની શરતો માની રહી છે

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકના 200 કર્મચારીઓએ મેનેજમેન્ટને ચોંકાવનારો પત્ર લખ્યો

વિશ્વભરમાં થઈ રહેલી ઘટનાઓ, વિવાદો અને અન્ય રાજકીય મુદ્દે ફેસબુકના વલણ અંગે સવાલ ઉઠી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ સવાલ ઉઠાવનારા તેના ખુદ કર્મચારીઓ જ છે. જોકે તેમણે જાહેરમાં આવા કોઈ સવાલ ઉઠાવ્યા નથી. પરંતુ ધ ન્યૂયોર્ક ટાઈમ્સને તેમના આંતરિક મેલ અને અન્ય સંદેશા દ્વારા આ વાતની જાણ થઈ છે. તેમાં એવો આક્ષેપ કરાયો છે કે કન્ટેન્ટ માટે ફેસબુક મેનેજમેન્ટ હવે મજબૂત સરકારો અથવા નેતાઓ સમક્ષ ઝૂકવા લાગી છે.

કારણકે કંપનીએ તેમાંથી ભરપૂર પૈસાની કમાણી કરી છે. એક મેલમાં જણાવાયું છે કે જ્યારે પણ ભારતની સરકારે ફેસબુક તથા અન્ય કંપનીઓને એપ્રિલ મહિનામાં કોરોના સંબંધિત કન્ટેન્ટ હટાવવાનો આદેશ આપ્યો ત્યારે કંપનીએ તેને તરત સ્વીકારી લીધો હતો. એક ભારતીય કર્મચારીએ ચેટમાં કહ્યું કે ફેસબુકને ડર હતો કે પીએમ મોદી ફેસબુકના ભારતના વ્યાપાર પર પ્રતિબંધ લગાવી દેશે.

આ કર્મચારીએ આગળ લખ્યું કે આપણે ડરીને નિર્ણય લઈ શકીએ નહીં. ગાઝા હિંસા પછી પેલેસ્ટાઈની નેતાઓની પોસ્ટ હટાવાઈ ત્યારે પણ આવી ચર્ચા ઉગ્ર બની હતી. એક કર્મચારીએ લખ્યું કે ફેસબુક હવે પોલિસી કરતાં પોલિટિક્સ પર વધુ ધ્યાન આપે છે. ચાલુ સપ્તાહે 200થી વધુ કર્મચારીએ મેનેજમેન્ટને પત્ર લખી કંપનીના થર્ડ પાર્ટી ઓડિટની માંગ કરી છે. આથી કંપનીના વલણનો ખ્યાલ આવી શકે.

આ ઘટનાઓને કારણે સવાલ ઊઠ્યા છે

  • ચેટ રૂમમાં કર્મચારી ચર્ચા કરવા લાગ્યા છે કે ફેસબુકે ભારતના વડાપ્રધાન મોદીની અસંમતિને દબાવવામાં મદદ કેમ કરી?
  • ઈઝરાયલ-હમાસ જંગ દરમિયાન પેલેસ્ટાઈની નેતાઓની પોસ્ટ અટકાવાઈ તો સ્ટાફે ફરી ચેટ શરૂ કરી કે કંપની પેલેસ્ટાઈન સમર્થકની કન્ટેન્ટ કેમ રોકી રહી છે?
  • કેટલાક કર્મચારીઓએ આંતરિક ગ્રૂપ પણ બનાવ્યું છે જેથી ખ્યાલ આવે કે ફેસબુકે આવો વ્યવહાર કેમ કર્યો?
અન્ય સમાચારો પણ છે...