• Gujarati News
  • International
  • Fatball Matches Were Being Played In Alabama, USA; Suddenly There Was A Roaring Firing In The Stadium; 4 People Injured, One Serious

સ્ટેડિયમમાં ફાયરિંગ:અમેરિકાના અલબામામાં રમાઈ રહી હતી ફેટબોલ મેચ; અચાનક સ્ટેડિયમમાં થયું ધડાધડ ફાયરિંગ; 4 લોકો ઘાયલ, એક ગંભીર

વોશિંગ્ટન ડીસીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટબોલ સ્ટેડિયમમાં એક અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કરતાં ભાગદોડ મચી ગઈ હતી

અમેરિકાના અલબામા રાજ્યમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં એક અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા. તેમાંથી એકની હાલત ગંભીર છે. ઘાયલોમાં 2 સગીર સામેલ છે. અમેરિકના અલબામાના મોબાઈલ શહેરમાં લેન્ડ-પિબલ્સ સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે 10 વાગે જ્યારે બે હાઈસ્કૂલ વચ્ચેની ફૂટબોલ મેચ રમાઈ રહી હતી, કે અચાનક જ હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. પોલીસે જણાવ્યુ હતું કે હુમલાખોરે 5 થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

સ્ટેડિયમમાં મચી ગઈ હતી ભાગદોડ
મેચ બસ પૂરી થવાની જ તૈયારી હતી, ત્યાં જ હુમલાખોરે ફાયરિંગ કરીને ગોળીઓ વરસાવી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને ખેલાડીઓ અને દર્શકો વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. સ્ટેડિયમમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સામે આવેલા વિડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે ભયભીત થયેલા લોકો સ્ટેડિયમમાં આમ તેમ ભાગી રહ્યા છે, તો કેટલાક ખેલાડીઓ જમીન પર લાંબા થઈને સૂતેલી હાલતમાં જોઈ શકાય છે.

હુમલામાં અનેક લોકો સામેલ હોવાની આશંકા
પોલીસનું માનવું છે કે આ હુમલાને કોઈ એક વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવ્યો નથી. આ હુમલામાં અનેક લોકો સામેલ હોઈ શકે છે, પછી ભલે ફાયરિંગ માત્ર એક દ્વારા જ કરવામાં આવ્યું હોય. જો કે હજી સુધી હુમલાખોરની ઓળખ થઈ શકી નથી.

આ સ્ટેડિયમમાં પહેલા પણ જાહેરમાં ફાયરિંગ થઈ ચૂક્યું છે
ઓગસ્ટ 2019માં આ જ સ્ટેડિયમમાં જાહેરમાં ફાયરિંગ થયું હતું, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ 17 વર્ષના છોકરાએ શરણાગતિ સ્વીકારી હતી. તેના પર હત્યાના કરવાના પ્રયાસના આરોપ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...