કૃષિ કાયદાને પરત ખેંચવા પર વર્લ્ડ મીડિયા:ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું- PM અંતે નરમ પડ્યા, પાકિસ્તાનના ન્યુઝપેપરે કહ્યું- મોદી સરકાર ઝૂકી ગઈ

લંડન17 દિવસ પહેલા

નરેન્દ્ર મોદી સરકારે ત્રણે કૃષિ કાયદાઓને પરત લઈ લીધા છે. ભારતમાં તેની ચર્ચા થાય એ તો સ્વાભાવિક છે, જોકે વર્લ્ડ મીડિયા તેની પર સતત નજર રાખી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને પાકિસ્તાનની વેબસાઈટ્સે અને ન્યુઝપેપર્સે તેને હોમપેજ પર જગ્યા આપી છે. જોકે પ્રસિદ્ધ થયેલા આ તમામ સમાચારનો સાર કાઢવામાં આવે તો એ આવે કે નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની માંગ આગળ નમવું પડ્યું, સરકાર હારી અને ખેડૂતો જીત્યા. અહીં જાણીએ કે વર્લ્ડ મીડિયા કિસાન આંદોલન અને આ ત્રણ કાયદાઓને પરત લેવા વિશે શું કહી રહી છે.

નરમ પડ્યા મોદી
ભારતમાં જેવું મોદીએ સંબોધન શરૂ કર્યું થોડીક જ મિનિટ પછી કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરવામાં આવી. તેની થોડીક મિનિટ પછી ન્યુયોર્ક ટાઈમ્સે વેબસાઈટ પર આ સમાચાર ફલેશ કર્યા. NYTએ લખ્યું- લગભગ એક વર્ષ સુધી ચાલેલા આ ખેડૂત આંદોલન પછી વડાપ્રધાને અભિગમ બદલવો પડ્યો. સરકારે સોફટ એપ્રોચ કરવાનો નિર્ણય કર્યો અને વિવાદિત કૃષિ કાયદાને પરત લેવામાં આવ્યા. સારી વાત એ છે કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું. આંદોલન કરી રહેલા ખેડૂતોમાં શીખોની સંખ્યા વધુ હતી. કદાચ એ કારણે જ મોદીએ પ્રકાશ પર્વ પર આ નિર્ણયની જાહેરાત કરી છે.

આ ન્યુઝ સાથે આ ફોટો ન્યુયોર્ક ટાઈમ્સે પબ્લિશ કર્યો છે.
આ ન્યુઝ સાથે આ ફોટો ન્યુયોર્ક ટાઈમ્સે પબ્લિશ કર્યો છે.

CNNએ કહ્યું- રાજકીય મજબૂરી
CNNએ મોદીના ભાષણને જેવું હતું એવુંને એવું જ પ્રસિદ્ધ કર્યું. તેમાં જણાવવામાં આવ્યું કે સરકારે આ નિર્ણયની જાહેરાત એક મહત્ત્વના દિવસે કરી. તેમાં ખેડૂત નેતા દીપક લાંબાને ટાંકીને લખવામાં આવ્યું કે આ ખેડૂતોની મોટી જીત છે. અમે માનીએ છીએ કે મોદી સરકારે આ નિર્ણય રાજકીય મજબૂરીને ધ્યાનમાં રાખીને લીધો છે.

CNNએ તેના ન્યુઝમાં આ ફોટો લગાવ્યો છે. લખ્યું ભારતમાં કોઈ પણ સરકાર ખેડૂતોને નારાજ કરવાનું જોખમ લઈ શકે તેમ નથી.
CNNએ તેના ન્યુઝમાં આ ફોટો લગાવ્યો છે. લખ્યું ભારતમાં કોઈ પણ સરકાર ખેડૂતોને નારાજ કરવાનું જોખમ લઈ શકે તેમ નથી.

ખેડૂતોની વાત ન સાંભળી
બ્રિટિશ ન્યુઝ પેપર the Guardianએ લખ્યું- 2020માં જ્યારે કૃષિ કાયદો લાવવામાં આવ્યા હતો તો લાગ્યું કે સરકાર કૃષિનો સમગ્ર ઢાંચો બદલવા માંગે છે. દેશની 60 ટકા વસ્તી એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડ છે. આ પગલા પર દરેકની નજર હતી.

મોદીએ ફરી ચોંકાવ્યા
કેનેડાના ન્યુઝપેપર theglobeandmailએ લખ્યું- વડાપ્રધાન મોદીએ એક વખત ફરી ચોંકાવ્યા. તેમની એક વાત પર નજર રાખવી જોઈએ. મોદીએ કહ્યું- હવે આપણે નવી શરૂઆત કરવી જોઈએ. પ્રકાશ પર્વ પર મોદીની આ જાહેરાતને સાંકળીને ઘણી બાબતો કહેવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ કાયદાઓને પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે તેનો વિરોધ થઈ રહ્યો હતો અને સરકારની મુશ્કેલીઓ વધી રહી હતી. thestar.comએ પણ લગભગ આ જ વલણ દાખવ્યું હતું.

બ્રિટિશ ન્યુઝપેપર ધ ગાર્ડિયને કૃષિ કાયદાને પરત લેવા અંગેના નિર્ણયને આ રીતે રજૂ કર્યો.
બ્રિટિશ ન્યુઝપેપર ધ ગાર્ડિયને કૃષિ કાયદાને પરત લેવા અંગેના નિર્ણયને આ રીતે રજૂ કર્યો.

સરકાર પાછળ હટી ગઈ
પાકિસ્તાનની સૌથી મોટી ન્યુઝ વેબસાઈટ dawn.comએ એજન્સીના ઈનપુટની સાથે પોતાની વેબસાઈટ પર આ ન્યુઝ ચલાવ્યા. હેડિંગમાં જ લખ્યું- કૃષિ કાયદા પર મોદીએ પગલા પાછા ખેંચવા પડ્યા. geo.tv અને tribune.com.pk જેવી મહત્ત્વની વેબસાઈટ્સના સમાચારનો સાર પણ લગભગ આ જ હતો. ધ ડોને શીખ ખેડૂતોનો એક-બીજાને મીઠાઈ ખવડાવતા ફોટો લગાવ્યા. સાથે જ વડાપ્રધાન મોદીએ શુક્રવારે કરેલા રાષ્ટ્રના નામના સંબોધનનો વીડિયો પણ લગાવ્યો હતો. તેમાં તેમણે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...