તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના સુપરપાવર અમેરિકામાં લોકોની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. કોરોના પછી હવે અહીં ઠંડીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. સૌથી ખરાબ સ્થિતિ ટેક્સાસમાં છે. અહીં ઘરની અંદર સુધી બરફ જોવા મળી છે. પંખા પર પણ બરફ જામી ગયો છે. ઠંડીના કરાણે લોકોના ઘરમાં અને કારમાં લોકો દમ તોડી રહ્યાં છે.
ખાવા માટે લાગી રહી છે લાંબી લાંબી લાઈન
ટેક્સાસમાં પાણી અને વીજળીનું સંકટ છે. અહીં હવે સરકાર તરફથી લોકોને ખાવાના પેકેટ આપવામાં આવી રહ્યાં છે. તેના માટે લાંબી-લાંબી લઈન જોવા મળી રહી છે. બર્ફવર્ષાને કારણે વીજળીના ગ્રિડ ફેઈલ થઈ ગયા છે. આ કારણે રાજ્યના મોટા ભાગમાં 5 દિવસ સુધી વીજળી, ગેસ સપ્લાઈ ઠપ થઈ ગઈ છે.
ઠુંઠવાતી શરદીમાં હીટર નથી ચાલી રહ્યાં. લોકોએ ઠંડીથી બચવા માટે રૂમ અને કારમાં પહોંચીને પોતાને પેક કરી લીધા છે. તેનાથી કાર્બન મોનોકસાઈડ વધી ગયું અને તે લોકો જીવ ગુમાવી રહ્યાં છે. કેટલાંકના જીવ હાઈપોથર્મિયાથી ગયા છે. ઓહ્યો સહિત એવી અનેક ઘટનાઓમાં અત્યાર સુધીમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ટેક્સાસમાં પણ ભીષણ ઠંડીથી પાણી સપ્લાઈની પાઈપ ફાટી ગઈ છે, જેનાથી રાજ્યની 2.9 કરોડમાંથી અડધી આબાદી પાણીના સંકટનો સામનો કરી રહી છે. હ્યુસ્ટનના એક સ્ટડિયમની બાહર પાણીની બોટલ મેળવવા માટે સેંકડો લોકોની લાઈન જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.