નોર્થ કોરિયાએ છોડી US સુધી જનારી બૈલિસ્ટિક મિસાઇલ:જાપાનની સમુદ્રી સીમામાં પડી, કમલા હેરિસ ભડક્યાં

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોર્થ કોરિયાએ શુક્રવારે ઇન્ટર કોન્ટિનેન્ટલ બૈલિસ્ટિક મિસાઇલ (ICBM)નો પરીક્ષણ કર્યું. આ મિસાઇલ જાપાનની સમુદ્રી સીમામાં પડી છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિડ અનુસાર, આ મિસાઇલ પશ્ચિમી જાપાનના આઇલેન્ડ ઓશિમાથી 210 કિલોમીટર દૂર પડી છે.

નોર્થ કોરિયાના સુનાન એરિયાથી આ મિસાઇલને ફાયર કરી. જાપાનના રક્ષા મંત્રી યાસુકાજૂ હમાદાએ કહ્યું- આ બૈલિસ્ટિક મિસાઇલે 6 હજારથી વધુ કિમીની ઊંચાઇ પર ઉડાન ભરી. આ મિસાઇલની રેન્જ બહુ છે. આ અમેરિકા સુધી જઇ શકે છે. આ મિસાઇલ 15,000 કિમી સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે.

અમેરિકા પર નિશાન સાધી શકે છે નોર્થ કોરિયા
એક ICBM હજારો કિમીની સફર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો નોર્થ કોરિયા આ પ્રકારની મિસાઇલથી અમેરિકા પર નિશાન સાધી શકે છે. 2017માં પહેલી વાર નોર્થ કોરિયાએ કહ્યું હતું કે તે જલદી એવી મિસાઇલ તૈયાર કરી લેશે જે દુનિયાના કોઇ પણ ભાગમાં છોડી શકાય.

કમલા હેરિસે આપત્તિ નોંધાવી
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે નોર્થ કોરિયાની આ હરકત પર આપત્તિ નોંદાવી છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC સમિટ)માં ભાગ લેવા થાઇલેન્ડ પહોચેલી કમલા હેરિસે કહ્યું- હું બધા સહયોગીઓને અપીલ કરું છું કે તેઓ નોર્થ કોરિયાની આ હરકતની નિંદા કરે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમોનું ઉલંઘન છે. તો જાપાનના પ્રધાનમંત્રીએ આને ઉશ્કેરણીજનક હરકત ગણાવી. તેમણે કહ્યું કે આવા પ્રકારની હરકતોને ક્યારે ચલાવી ન લેવાય.

પ્રતિબંધ છતાં મિસાઇલ ટેસ્ટિંગ કરી રહ્યું છે નોર્થ કોરિયા
સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNએ નોર્થ કોરિયા પર પરમાણુ અને બૈલિસ્ટિક હત્યારાઓના ટેસ્ટિંગને લઇને પ્રતિબંધ લગાવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો નોર્થ કોરિયા પરમાણુ અને બૈલિસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ નથી કરી શકતું. તેમ છતાં લગાતાર મિસાઇલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આની પહેલાં મેમાં પણ મિસાઇલ ટેસ્ટ કર્યો હતો.

નોર્થ કોરિયા ઝડપથી વધારી રહ્યું છે મિલિટરી બિલ્ડઅપ
નોર્થ કોરિયા પોતાનું મિલિટરી બિલ્ડઅપ ઝડપથી વધારી રહ્યું છે. પાછલા દિવસોમાં નોર્થ કોરિયાએ ઘણા મિસાઇલ ટેસ્ટ કર્યા છે. નોર્થ કોરિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં 34 મિસાઇલ છોડી છે. શુક્રવારે છોડેલી મિસાઇલની ઊંચાઇ અને અંતર 24 માર્ચે છોડેલી મિસાઇલ કરતાં 100 કિમી ઓછી હતી. CNNના એક રિપોર્ટ અનુસાર માર્ચમાં છોડેલી મિસાઇલ નોર્થ કોરિયાની અત્યાર સુધીની સૌથી ખતરનાક મિસાઇલ માનવામાં આવે છે. તેણે 6,285.5 કિમી સુધીની ઊંચી ઉડાન ભરી હતી, જ્યારે 1090 કિમીનું અંતર કાપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...