તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Facebook Survey Users Say Most Viewed Content Worst For The World, Mark Zuckerberg Introduces Ranking System

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:ફેસબુકના સરવેમાં યુઝર્સે કહ્યું- સૌથી વધુ જોવા મળતું કન્ટેન્ટ દુનિયા માટે સૌથી ખરાબ, પોલ ખૂલી તો માર્ક ઝુકરબર્ગ રેન્કિંગ પદ્ધતિ લાવ્યા

સાન ફ્રાન્સિસ્કો7 મહિનો પહેલાલેખક: શીરા ફ્રેન્કલે
  • કૉપી લિંક
  • વાંધાજનક, ભ્રામક કન્ટેન્ટના કારણે નિશાના પર રહેલી ફેસબુકમાં અંદરખાને બહેતર બનવાનો ભારે તણાવ

ફેસબુક સામે ખોટી માહિતી આપવાના અને હેટ સ્પીચને પ્રોત્સાહન આપવાના આરોપ લાગતાં રહે છે પણ માર્ક ઝુકરબર્ગને તેની સાથે કોઇ લેવાદેવા નહોતી. જોકે, ફેસબુકના જ એક સરવેએ તેમને આઇનો દેખાડ્યો છે. કંપનીએ તેના યુઝર્સ વચ્ચે સરવે કરાવ્યો હતો કે તેઓ ફેસબુકની મોટા ભાગની પોસ્ટને દુનિયા માટે સારી માને છે કે ખરાબ? મોટા ભાગના યુઝર્સે કહ્યું કે ફેસબુક પર સૌથી વધુ જોવાતું કન્ટેન્ટ જ દુનિયા માટે સૌથી ખરાબ હોય છે.

સરવેનાં પરિણામોએ ફેસબુકની ટીમને ચોંકાવી દીધી છે. મૂળે ફેસબુકની ટીમ હાલ એ મૂંઝવણમાં છે કે કંપનીની પોલિસી સાથે બાંધછોડ કર્યા વિના ભ્રામક માહિતી કેવી રીતે ઘટાડવી? અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ચૂંટણી સંબંધી ફેક ન્યૂઝ વાઇરલ થવા અંગે ઝુકરબર્ગ તથા ફેસબુકના કર્મચારીઓ વચ્ચે બેઠક મળી હતી, જેમાં ટીમે ન્યૂઝ ફીડ કરવાના અલ્ગોરિધમમાં તાકીદે ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો.

કરબર્ગ પણ તે અંગે સહમત થયા. તેમાં સિક્રેટ ઇન્ટરનલ રેન્કિંગની ન્યૂઝ ઇકોસિસ્ટમ ક્વોલિટી પણ લાગુ કરાઇ, જે ન્યૂઝ પબ્લિશરને તેમના કન્ટેન્ટની ગુણવત્તાના આધારે રેન્કિંગ આપતી હતી. એક કર્મચારીના જણાવ્યાનુસાર, આ ફેરફાર ફેસબુકની ‘બ્રેક ગ્લાસ’ યોજનાનો હિસ્સો છે. ત્યાર બાદ ફેસબુક પર સીએનએન, ન્યુયોર્ક ટાઇમ્સ અને એનપીઆર જેવી મોટી બ્રાન્ડ્સનું કન્ટેન્ટ વધ્યું જ્યારે ખોટી માહિતી ફેલાવતા રાઇટ વિંગ મીડિયાનું કન્ટેન્ટ ઘટી ગયું.

ફેસબુકની ટીમે મશીન-લર્નિંગ દ્વારા એવું અલ્ગોરિધમ પણ તૈયાર કર્યું કે જે પૂર્વાનુમાન લગાવે છે કે યુઝર કઇ પોસ્ટને ખરાબ ગણાવી શકે છે? તેવી પોસ્ટ પુશ નથી કરાતી. પ્રારંભિક પરીક્ષણમાં આનાથી વાંધાજનક કન્ટેન્ટ ઘટાડવામાં સફળતા મળી છે. જોકે, તેનાથી લોકોનું ફેસબુક પર એક્ટિવ થવાનું પણ ઘટી ગયું. ફેસબુકના એક એક્ઝિક્યુટિવના જણાવ્યા મુજબ, પરિણામ સારાં રહ્યાં પણ સેશન ઘટી ગયા. ત્યાર બાદ બીજી યોજના પર કામ કરાયું. ફેસબુકના કેટલાક કર્મચારી માને છે કે આવા ફેરફાર કાયમી કરી દેવા જોઇએ.

યુઝરની અંગત માહિતી લીક કરવા બદલ ફેસબુકને 45 કરોડ રૂ.નો દંડ
દ.કોરિયાએ બુધવારે ફેસબુકને 45 કરોડ રૂ. (61 લાખ ડોલર) દંડ ફટકાર્યો છે. દેશમાં અંગત માહિતીની સુરક્ષા કરતા પર્સનલ ઇન્ફર્મેશન પ્રોટેક્શન કમિશને કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે મે, 2012થી જૂન, 2018 દરમિયાન ફેસબુકે દેશના 1.8 કરોડમાંથી 33 લાખ યુઝર્સની માહિતી તેમની મંજૂરી વિના અન્ય ઓપરેટરને આપી. ફેસબુકના લૉગઇન દ્વારા અન્ય ઓપરેટરની સેવાનો ઉપયોગ કરવા પર યુઝરના ફેસબુક ફ્રેન્ડ્સની અંગત માહિતી ફેસબુકે તે ઓપરેટરને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...