તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ખાસ:ફેસબુક મ્યાનમારના સૈન્ય દુષ્પ્રચાર અને દેખાવકારોને ઉશ્કેરનારા કન્ટેન્ટને પ્રોત્સાહિત કરી રહ્યું છે: રિપોર્ટ

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તાપલટા પછી કંપનીએ પોતાની નીતિઓનું ઉલ્લંઘન કર્યું

સમગ્ર દુનિયા મહામારીથી વ્યસ્ત છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જ્યારે સાડા પાંચ કરોડની વસતી ધરાવતો દેશ મ્યાનમાર સેનાની ક્રૂરતા તરફ આગળ વધી રહ્યો છે. અહીં નિર્દોષો સતત મરી રહ્યા છે. આ દરમિયાન સેનાની કાર્યવાહીમાં ફેસબુકની પણ ભૂમિકા સામે આવી છે.

હાલમાં જ હ્યુમન રાઈટ્સ ગ્રૂપ ગ્લોબલ વિટનેસે એક રિપોર્ટ જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, ફેસબુક મ્યાનમાર સેનાના દુષ્પ્રચાર અને તખ્તાપલટનો વિરોધ કરી રહેલા દેખાવકારોને ઉશ્કેરનારા કન્ટેન્ટને પ્રોત્સાહિત આપી રહી છે. ફેબ્રુઆરીમાં થયેલા સત્તાપલટા પછી ફેસબુકે પોતાની જ નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. મ્યાનમારમાં સેનાના સત્તાપલટા અને ચૂંટાયેલા નેતાઓને કેદ કર્યાના એક મહિના પછી પણ ફેસબુક અલગોરિધમ એ સૈન્ય સમર્થક પેજીસની પોસ્ટ્સને જોવા, લાઈક કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જે હિંસા ભડકાવે છે. ભ્રામક માહિતી ફેલાવે છે. એટલું જ નહીં, ફેસબુક સેનાની પ્રશંસા કરતા અને તેનું મહિમામંડન કરતી પોસ્ટ્સને પણ પ્રોત્સાહિત કરે છે.

ફેહલુક અલગોરિધમ પોસ્ટના ક્રમ અને પ્રસ્તુતિને નિયંત્રિત કરે છે, જેથી યુઝર્સ એ જોઈ શકે કે તેમના માટે શું પ્રાસંગિક છે. ફેસબુકે સત્તાપલટા પછી જાહેરાત કરી હતી કે, તેઓ પોતાની સાઈટ અને તેમની માલિકી ધરાવતા ઈન્સ્ટાગ્રામથી મ્યાનમાર સેના દ્વારા નિયંત્રિત પેજીસને હટાવશે. આમ છતાં, તેણે આવું ના કર્યું.

સેનાના વિરોધમાં ઉતર્યા સશસ્ત્ર નાના-મોટા જૂથો
મ્યાનમાર સૈન્યે દેશના સૌથી મોટા શહેર માંડલેમાં બખ્તરબંધ વાહનો ઉતાર્યા છે. પરિણામે તેમની સામે લડવા માટે દેખાવકારોએ પણ હિંસાનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલન ન્યૂ પીપલ્સ ડિફેન્સ ફોર્સની આગેવાનીમાં ચાલી રહ્યું છે. જોકે, તેની સંખ્યા નાના શહેરો અને કસબા સુધી સીમિત છે. કેપ્ટન તુકતુક નેંગે કહ્યું છે કે, હવે જંગ શરૂ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં આ પ્રકારની લડાઈઓ વધશે અને લાંબી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...