તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Facebook Owner Zuckerberg's Data Was Also Leaked, Using The Signal Messaging App From The Number Found In It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

53 કરોડ ફેસબુક યૂઝર્સ ડેટા લીક મામલો:ફેસબુકના માલિક ઝુકરબર્ગનો પણ ડેટા લીક થયો, એમાં મળેલા નંબર પરથી સિગ્નલ એપ યૂઝ કરાઈ હોવાનો ઘટસ્ફોટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની ફાઈલ તસવીર - Divya Bhaskar
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની ફાઈલ તસવીર
  • માર્ક ઝુકરબર્ગ સહિત ભારત દેશના આશરે 60 લાખથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના યૂઝર્સનો ડેટા લીક થવાની બાબત ફરીથી પ્રકાશમાં આવી છે. જેમાં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગનો ડેટા પણ સમાવિષ્ટ છે. આમાં ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. મીડિયા રિપોર્ટના આધારે, ઝુકરબર્ગ પોતે 'સિગ્નલ મેસેજિંગ એપ'નો વપરાશ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી જાણકારી મુજબ, આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટા લીક થયા છે. જેમાંથી 60 લાખથી વધુ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

યૂઝરની વૈવાહિક સ્થિતિ સહિત અન્ય માહિતીઓ લીક
લીક થયેલા ડેટામાં યૂઝરના ID, મોબાઈલ નંબર, ઈ-મેઈલ, સ્થાન, જન્મતિથિ અને વૈવાહિક સ્થિતિ પણ સામેલ છે. સિક્યોરિટી રિસર્ચર ડેવ વૉકરે જણાવ્યું હતું કે ઝુકરબર્ગ એના લીક થયેલા નંબર પરથી સિગ્નલ એપનો વપરાશ કરી રહ્યો છે. તેઓએ સોશિયલ મીડિયામાં ઝુકરબર્ગનો લીક થયેલો નંબર એક સ્ક્રીન શૉટના માધ્યમથી પ્રદર્શિત કર્યો હતો.

જેમાં કહ્યું હતું કે ઝુકરબર્ગ સિગ્નલ એપ પર છે. એક અહેવાલના આધારે, આ ડેટા 2020માં લીક થયા હતા. ફેસબુકમાં આવેલી એક ટેકનિકલ ખામીના કારણે તેમના FB એકાઉન્ટ સાથે નંબર પણ નજર આવી રહ્યા હતા. કંપનીએ આ ટેકનિકલ ખામીને 2019માં ઠીક કરી દીધી હતી.

વ્હોટ્સએપ વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો
વર્ષ 2021ની શરૂઆતમાં ફેસબુકની માલિકી વાળા 'વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસી-2021'ના કારણે પણ ઘણો વિરોધ પ્રદર્શિત થયો હતો. એવામાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા અન્ય મેસેજિંગ એપનો વપરાશ કરાતી હોવાની વાત પણ ઘણા વિવાદો ઉપજાવી શકે છે. વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીનો મોટાભાગે તમામ લોકોએ વિરોધ કર્યો હતો. આના કારણે લાખો વપરાશકર્તાઓ અલગ-અલગ મેસેજિંગ એપ પર સ્વીચ કરીને ચાલ્યા ગયા હતા. વ્હોટ્સએપ એક રીતે એના તમામ યૂઝર્સને બાંધી દેવા માટે એક પોલીસી બહાર પાડે છે અને બીજી બાજુ જો કોઈ યૂઝર આ પોલીસીને ન સ્વીકારે તો એના એકાઉન્ટને બેન કરવાની વાત ઉચ્ચારી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો